સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવને લઈને ચર્ચા દરમિયાન જયારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પીએમ મોદી પર વાર કરી રહ્યા હતા ત્યારે એવા મોકા પણ આવ્યા જયારે પ્રધાનમંત્રી મોદી ખીલખીલાટ હસતા નજરે ચડ્યા હતા. રાહુલ ગાંધી પ્રધાનમંત્રી મોદી સરકારની અસફળતાઓ ગણાવી રહ્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી બહાર નથી જતા. રાહુલ આવું બોલતા જ બધા હસવા લાગ્યા હતા. ત્યારબાદ તરત જ રાહુલે વાક્યને સુધારતા કહ્યું કે પ્રધાનમંત્રી બહાર તો જાય છે પરંતુ ફક્ત ઓબામા જી અને ટ્રમ્પ જીને મળવા જાય છે.
PM Narendra Modi laughs after Rahul Gandhi says 'Pradhanmantri apni aankh meri aankh mein nahi daal sakte' #NoConfidenceMotion pic.twitter.com/qwXNt6PphM
— ANI (@ANI) July 20, 2018
રાહુલના આ વાક્યને લઈને આખું સદન તો હસ્યું જ સાથે પ્રધાનમંત્રી મોદી પણ થોડા સમય સુધી હસતા રહ્યા હતા. જોકે, ત્યારબાદ રાહુલે પીએમ મોદી પર પોતાના હુમલાઓ ચાલુ જ રાખ્યા હતા.
રાહુલે રાફેલ ડીલ, રોજગાર જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરી હતી. ત્યારબાદ રાફેલ ડીલ ને લઈને રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું કે પ્રધાનમંત્રી મારી સાથે આંખ પણ ના મેળવી શકે. રાહુલ આવું બોલતા જ ફરી એકવાર સંસદમાં હાસ્યનું મોજું ફેલાઈ ગયું હતું.
