Cricket/ T20 વર્લ્ડ કપ 2007ની ચેમ્પિયન ટીમ પર વેબ સિરીઝ બનાવવામાં આવશે

T20 મેચોનો પ્રથમ વર્લ્ડ કપ વર્ષ 2007માં રમાયો હતો, જ્યારે ટીમ ઈન્ડિયા મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેમ્પિયન હતી. ત્યાર બાદ લગભગ 15 વર્ષ વીતી ગયા છે, પરંતુ…

Trending Sports
Cricket Web Series

Cricket Web Series: T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાની બહાર થવાથી ટીમના ચાહકોને ખૂબ જ નિરાશ થવું પડ્યું હતું. એક સમયે એવું લાગતું હતું કે ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનીને ફરી એકવાર તેના 15 વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન કરશે, પરંતુ તેના પર પાણી ત્યારે ફરી વળ્યું જ્યારે ટીમને ઈંગ્લેન્ડના હાથે દસ વિકેટે હારનો સામનો કરવો પડ્યો. ઈંગ્લેન્ડ પાસેથી મળેલી હાર બાદ ફરી એકવાર ટીમની ચેમ્પિયન બનવાની સફર લાંબી થઈ ગઈ છે.

T20 મેચોનો પ્રથમ વર્લ્ડ કપ વર્ષ 2007માં રમાયો હતો, જ્યારે ટીમ ઈન્ડિયા મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેમ્પિયન હતી. ત્યાર બાદ લગભગ 15 વર્ષ વીતી ગયા છે, પરંતુ ટીમ ફરીથી ચેમ્પિયન બની શકી નથી. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ટીમના ચાહકોને ફરી એકવાર વર્ષ 2007માં ટીમની જીતની ક્ષણો જીવવાનો મોકો મળશે. વાસ્તવમાં, વર્ષ 2007માં ચેમ્પિયન બનેલી ટીમ ઈન્ડિયા પર એક વેબ સિરીઝ બની રહી છે. જો કે વેબ સિરીઝના નિર્માતાઓએ હજુ સુધી ટાઈટલ જાહેર કર્યું નથી, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, આ વેબ સિરીઝમાં ચાહકોને જોવા મળશે કે ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને કેવી રીતે હરાવ્યું. વેબ સિરીઝમાં વિજેતા ટીમના તમામ 15 ખેલાડીઓ અને A-લિસ્ટ અભિનેતા પણ હાજર રહેશે.

વેબ સિરીઝના નિર્માતા વિશે વાત કરીએ તો આ વેબ સિરીઝ યુકે સ્થિત વન વન સિક્સ નેટવર્ક દ્વારા બનાવવામાં આવી રહી છે. જેનું નિર્દેશન આનંદ કુમાર કરી રહ્યા છે. અગાઉ આનંદ કુમારે દિલ્હી હાઇટ્સ અને ડિસ્ટ્રિક્ટ ગાઝિયાબાદ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. વર્ષ 2023માં આ વેબ સિરીઝ OTT પ્લેટફોર્મ પર ઘણી ભાષાઓમાં રિલીઝ થશે.

આ પણ વાંચો: Zomato/ઝોમેટોના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ