નિધન/ નેતાઓ દ્વારા કરવામાં આવતી ઓક્સિનજનની માંગ પણ નથી થઇ રહી પૂરી, BJP સાંસદનાં ભાઈનું કોરોનાનાં કારણે અવસાન

દેશમાં કોરોનાનાં કારણે હાહાકાર મચી ગયો છે. હાલમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ કોરોનાનું નવું કેન્દ્ર બનીને ઉભર્યું છે.

Top Stories India

દેશમાં કોરોનાનાં કારણે હાહાકાર મચી ગયો છે. હાલમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ કોરોનાનું નવું કેન્દ્ર બનીને ઉભર્યું છે. તાજેતરમાં લખનઉનાં ધારાસભ્ય સુરેશ શ્રીવાસ્તવનું કોરોનાથી અવસાન થયું છે. હવે લખનઉનાં મોહનલાલગંજ સંસદીય મત વિસ્તારનાં ભાજપનાં સાંસદ કૌશલ કિશોરનાં મોટા ભાઈનું કોરોનાથી અવસાન થયું છે.

મન કી બાત / કોરોના સંકટ વચ્ચે PM મોદી આજે દેશવાસીઓ સમક્ષ કરશે ‘Mann Ki Baat’

સાંસદ કૌશલ કિશોરનાં મોટા ભાઈ મહાવીર પ્રસાદે કોવિડ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો. તેમના ભાઈનાં દુ:ખમાં, સાંસદ કૌશલ કિશોરે કહ્યું છે કે કોરોના મહામારી તેમના મોટા ભાઈનો જીવ લઈ ગઇ છે. સાંસદ કૌશલ કિશોરનાં પુત્ર વિકાસ કિશોરે જણાવ્યું હતું કે, તેમના મોટા પિતા મહાવીર પ્રસાદ સરકારી નોકરીથી નિવૃત્ત થયા હતા. વિકાસે કહ્યું કે, મહાવીર પ્રસાદ વેન્ટિલેટર પર હતા, તે લગભગ 85 વર્ષનાં હતા, તેમને લખનઉની કેજીએમયુ હોસ્પિટલથી રિફર કરાયા હતા અને ડાલીગંજ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

મહત્વના સમાચાર: વાહનોના દસ્તાવેજ પૂરતા ન હોય તો ચેતજો, મુખ્યમંત્રી રૂપાણીએ કરી આવા વાહનચાલકો પાસેથી ઉચ્ચક દંડ વસૂલાતની જાહેરાત

સાંસદ કૌશલ કિશોરે શનિવારે ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાનને અપીલ કરી હતી કે તેઓ કોરોના દર્દીઓને ઓક્સિજન આપે. કૌશલ કિશોરે કહ્યું હતું કે, “માનનીય મુખ્ય પ્રધાનને વિનંતી છે કે મોટી સંખ્યામાં કોરોના પીડિત લોકો ઘરોમાં આઇસોલેટ છે, તેમને ઓક્સિનની તીવ્ર જરૂર છે. આવા લોકોને ઓક્સિજન ગેસ રિફિલિંગ પ્લાન્ટમાં ઓક્સિજન મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.”