Shocking/ તો શું કોઈ ભૂતે આ બેટ્સમેનને આઉટ કર્યો? Video જોઇ ચોંકી જશો

ક્રિકેટનાં મેદાનમાં પર ક્યારેક એવી વિચિત્ર ઘટનાઓ બની જાય છે જેના પર કોઇ ભરોસો કરી શકતુ નથી. આવી જ એક ડરામણી ઘટના ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ દરમ્યાન સામે આવી હતી.

Sports
11 614 તો શું કોઈ ભૂતે આ બેટ્સમેનને આઉટ કર્યો? Video જોઇ ચોંકી જશો

ક્રિકેટનાં મેદાનમાં પર ક્યારેક એવી વિચિત્ર ઘટનાઓ બની જાય છે જેના પર કોઇ ભરોસો કરી શકતુ નથી. આવી જ એક ડરામણી ઘટના ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ દરમ્યાન સામે આવી હતી. આ ઘટનાથી ક્રિકેટરો પણ ચોંકી ગયા હતા.

આ પણ વાંચો – Tokyo Olympic 2021 / બોક્સિંગમાં ભારતનો મેડલ પાક્કો, લવલિના બોરગોહે સેમીફાઈનલમાં પહોંચી

બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રણ મેચની ટી-20 સીરીઝ બાંગ્લાદેશે 2-1થી જીતી લીધી છે. પરંતુ બંને વચ્ચેની બીજી મેચ દરમ્યાન એક રસપ્રદ ઘટના બની હતી, જેને સૌ કોઇને ચોંકાવી દીધા હતા. આ મેચમાં ઝિમ્બાબ્વેએ બાંગ્લાદેશને 23 રને હરાવી સીરીઝ 1-1થી બરાબરી કરી લીધી હતી. પરંતુ મેચ દરમ્યાન બનેલી અલૌકિક ઘટનાનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે, આ મેચમાં મેદાનમાં અલૌકિક શક્તિ પણ હાજર હતી. બીજી મેચમાં જ્યારે ઝિમ્બાબ્વે બેટિંગ માટે મેદાનમાં ઉતર્યુ ત્યારે સ્ટમ્પ્સની ગીલ્લીઓને બેટ, બોલ કે બેટ્સમેનનો ટચ ન થયો હોવા છતા તે પડી ગઇ હતી, જે બાદ બેટ્સમેનનું રિએક્શન જોવા જેવુ હતુ. તે પૂરી રીતે ચોંકી ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો, જેમાં બેટ્સમેન અને સ્ટમ્પ વચ્ચે અંતર સ્પષ્ટપણે જોવા મળે છે, તેમ છતા સ્ટમ્પ્સની ગીલ્લીઓ જમીન પર પડતા જોવા મળે છે. આ ઘટના બાદ થર્ડ અમ્પાયરની પણ મદદ લેવામાં આવી હતી, જેમાં થર્ડ અમ્પાયરે વીડિયો જોયા બાદ કહ્યું કે, હવાનાં સંપર્કને કારણે સ્ટમ્પની ગીલ્લીઓ પડી ગઈ હતી.

આ પણ વાંચો – Tokyo Olympic 2021 / 3000 મીટર સ્ટીપલચેઝમાં અવિનાશ સાબલેએ બનાવ્યો નેશનલ રેકોર્ડ

જો કે, સોશિયલ મીડિયા પર લોકોએ થર્ડ અમ્પાયરનાં નિર્ણયની અવગણના કરી અને કહેવાનું શરૂ કર્યું કે, મેદાન પર કોઈ અલૌકિક ઘટના બની છે, તે કોઈ ભૂત દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બીજી ટી-20 મેચમાં ઝિમ્બાબ્વેએ 166 રનમાં 6 વિકેટ ગુમાવીને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 19.5 ઓવરમાં 143 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ઝિમ્બાબ્વેએ સીરીઝ 1-1થી બરાબરી કરી હતી. જોકે, ફાઇનલ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ત્રીજા નિર્ણાયક મેચમાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં તેણે 20 ઓવરમાં આક્રમક બેટિંગ કરતા 5 વિકેટે 193 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 194 રન બનાવ્યા હતા અને સીરીઝ 2-1થી જીતી લીધી હતી.