India vs Australia 1st T20/ ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 209 રનનો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક ઇનિંગ

મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ ટી-20માં ટીમ ઈન્ડિયાએ પહેલા રમતા ઓસ્ટ્રેલિયાને 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો

Top Stories Sports
1 92 ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 209 રનનો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક ઇનિંગ

મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ ટી-20માં ટીમ ઈન્ડિયાએ પહેલા રમતા ઓસ્ટ્રેલિયાને 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી કેએલ રાહુલે 55 રન બનાવ્યા હતા. આ સાથે જ હાર્દિક પંડ્યાએ 30 બોલમાં અણનમ 71 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. હાર્દિકે છેલ્લા ત્રણ બોલમાં સતત ત્રણ સિક્સર ફટકારી હતી.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. ત્રીજી ઓવરમાં કેપ્ટન રોહિત શર્મા 9 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી વિરાટ કોહલી પણ લાંબો સમય ટકી શક્યો નહીં. તે માત્ર 2 રન બનાવી શક્યો હતો. તેને નાથન એલિસે આઉટ કર્યો હતો.

પાંચમી ઓવરમાં માત્ર 35 રનમાં બે વિકેટ પડી ગયા બાદ કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે આગેવાની લીધી હતી. બંનેએ મેદાનની ચારે બાજુ શોટ રમ્યા અને ટીમ ઈન્ડિયાને વાપસી કરાવી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 68 રનની ભાગીદારી થઈ હતી.

કેએલ રાહુલ 12મી ઓવરમાં 103 રન બનાવીને જોશ હેઝલેવુઝના હાથે આઉટ થયો હતો. તેણે 35 બોલમાં 55 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને 4 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા હતા. આ પછી સૂર્યકુમાર પણ 15મી ઓવરમાં આઉટ થયો હતો. તેણે 25 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 46 રન બનાવ્યા હતા.

જોરદાર પુનરાગમન કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ છેલ્લી ઓવરોમાં સતત વિકેટ ગુમાવી હતી, પરંતુ તેની અસર હાર્દિક પંડ્યા પર થઈ ન હતી અને તેણે મોટા શોટ રમવાનું ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન અક્ષર પટેલ 6 અને દિનેશ કાર્તિક 6 રને પેવેલિયન પરત ફર્યા હતા. જયારે હાર્દિકે માત્ર 30 બોલમાં અણનમ 71 રન બનાવ્યા હતા. તેને 5 છગ્ગા અને 7 ચોગ્ગા માર્યા હતા. આ સાથે જ હર્ષલ પટેલ ચાર બોલમાં સાત રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

ઓસ્ટ્રેલિયા તરફથી ફાસ્ટ બોલર નાથન એલિસે શાનદાર બોલિંગ કરી હતી. તેણે પોતાની ચાર ઓવરમાં માત્ર 30 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે જોશ હેઝલવુડને બે અને કેમરન ગ્રીનને એક સફળતા મળી હતી.