IPL 2021/ 2011 વર્લ્ડકપનાં અંદાજમાં ધોનીએ મારી સિક્સર, પત્નિ અને પુત્રીએ કર્યુ આવી રીતે Celebration

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગુરુવારે થયેલી ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચને ભાગ્યે જ કોઈ CSK ચાહક ભૂલી શકે છે.

Sports
11 6 2011 વર્લ્ડકપનાં અંદાજમાં ધોનીએ મારી સિક્સર, પત્નિ અને પુત્રીએ કર્યુ આવી રીતે Celebration

ઈન્ડિયન પ્રીમિયર લીગ (2021) માં ગુરુવારે (30 સપ્ટેમ્બર) થયેલી ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચને ભાગ્યે જ કોઈ CSK ચાહક ભૂલી શકે છે. વિન્ટેજ ધોનીએ આ મેચમાં માત્ર સિક્સર સાથે ટીમને જીત નહોતી અપાવી, પણ પ્લેઓફની ટિકિટ પણ મેળવી છે. CSK અને તેના ચાહકો માટે આ જીત ખૂબ જ ખાસ હતી.

આ પણ વાંચો – IPL 2021 / હૈદરાબાદને હરાવી ચેન્નઈની ટીમ Playoffs માં પહોંચનારી પ્રથમ ટીમ બની

ધોનીની આગેવાનીવાળી CSK ગત સીઝનમાં પ્લેઓફ રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની હતી અને આ સીઝનમાં ટીમે જોરદાર વાપસી કરી છે અને પ્લેઓફ માટે ક્વોલિફાય કરનાર પ્રથમ ટીમ બની ગઇ છે. ધોનીએ CSK ને છક્કા સાથે વિજય તરફ દોરી જતાં જ સ્ટેડિયમમાં હાજર તેની પત્ની સાક્ષી અને પુત્રી ઝીવા પણ સેલિબ્રેશનમાં ડૂબી ગયા હતા. બંનેનો Video ઈન્ડિયન પ્રીમિયર લીગનાં સત્તાવાર ટ્વિટર હેન્ડલ સાથે શેર કરવામાં આવ્યો છે. ધોનીએ આ મેચમાં 11 બોલમાં એક ચોક્કા અને એક છક્કાની મદદથી અણનમ 14 રન બનાવ્યા હતા. 135 રનનાં ટાર્ગેટનો પીછો કરતા એક તબક્કે એવું લાગતું હતું કે, CSK ખૂબ જ સરળતાથી મેચ જીતી લેશે, પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદે 15 મી ઓવરમાં જોરદાર વાપસી કરી હતી. 14 ઓવરમાં એક વિકેટ માટે 103 નાં સ્કોર પછી, એક સમયે સ્કોર 15.5 ઓવરમાં ચાર વિકેટે 108 થયો હતો.

આ પણ વાંચો – IPL 2021 / સંજુ સેમસન ચુક્યો Orange Cap, Purpal Cap ની રેસમાં આ ખેલાડીની આસપાસ પણ નથી કોઇ

CSK એ પાંચ રનનાં તફાવતમાં મોઈન અલી, સુરેશ રૈના અને ફાફ ડુ પ્લેસિસની વિકેટ ગુમાવી હતી. આ પછી, ધોનીએ રાયડુ સાથે મળીને ટીમને જીત સુધી પહોંચાડી હતી. રાયડુ 13 બોલમાં 17 રન બનાવી આઉટ થયો હતો. ઋતુરાજ ગાયકવાડે 45 અને ફાફ ડુ પ્લેસિસે 41 રન બનાવ્યા હતા. 24 રનમાં ત્રણ વિકેટ લેનાર જોશ હેઝલવુડને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.