U19 World Cup/ ફાઈનલમાં જીત બાદ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માલામાલ, BCCI કરી મોટી જાહેરાત

સૌથી વધુ વખત અંડર-19 વર્લ્ડ કપ જીતવાનો રેકોર્ડ બનાવ્યા બાદ હવે ભારતની યુવા ટીમને ઈનામ મળી રહ્યું છે. ભારતીય ટીમે શનિવારે રાત્રે એન્ટિગુઆમાં રમાયેલી ફાઈનલમાં ઈંગ્લેન્ડને 4 વિકેટથી હરાવીને રેકોર્ડ પાંચમી વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

Top Stories Sports
1 2022 02 06T072228.366 ફાઈનલમાં જીત બાદ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માલામાલ, BCCI કરી મોટી જાહેરાત

સૌથી વધુ વખત અંડર-19 વર્લ્ડ કપ જીતવાનો રેકોર્ડ બનાવ્યા બાદ હવે ભારતની યુવા ટીમને ઈનામ મળી રહ્યું છે. ભારતીય ટીમે શનિવારે રાત્રે એન્ટિગુઆમાં રમાયેલી ફાઈનલમાં ઈંગ્લેન્ડને 4 વિકેટથી હરાવીને રેકોર્ડ પાંચમી વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

આ પણ વાંચો – પાંચમીવાર ચેમ્પિયન / ભારતે ફાઇનલમાં ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવી અંડર-19 વર્લ્ડ કપ જીત્યો

સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ ખાતે પ્રથમ બોલિંગ કરનાર યશ ધુલની આગેવાની હેઠળની ટીમે ઈંગ્લેન્ડને 44.5 ઓવરમાં 189 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને પછી લક્ષ્યાંકનો પીછો કરતા 47.4 ઓવરમાં 6 વિકેટનાં નુકસાને તેને મેળવ્યો હતો. ટાઇટલ પંચ લગાવ્યા બાદ હવે ખેલાડીઓને ઇનામ આપવામાં આવી રહ્યા છે. ખેલાડીઓ ઉપરાંત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સપોર્ટ સ્ટાફ માટે પણ ઈનામો જાહેર કર્યા છે. BCCI સેક્રેટરી જય શાહે ભારતનાં વર્લ્ડ કપ જીત્યા બાદ ટ્વિટ કર્યું, ‘BCCI અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરીને ટાઈટલ જીતનાર અંડર-19 ટીમનાં સભ્યોને 40-40 લાખ રૂપિયાનું રોકડ ઈનામ અને 25- સપોર્ટ સ્ટાફને 25 લાખ આપવામાં આવશે. તમે અમને ગૌરવ અપાવ્યું છે.’

ભૂતપૂર્વ કલાત્મક બેટ્સમેન અને NCA ચીફ વીવીએસ લક્ષ્મણ પણ ટીમ સાથે વેસ્ટ ઈન્ડિઝમાં હતા. BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ ખેલાડીઓને આપવામાં આવતા એવોર્ડ વિશે લખ્યું, ‘આટલી શાનદાર રીતે વર્લ્ડ કપ જીતવા બદલ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને અંડર-19 ટીમનાં પસંદગીકારોને અભિનંદન. અમારા દ્વારા 40 લાખ રૂપિયાનાં પુરસ્કારની જાહેરાત એ પ્રશંસાનું એક નાનકડું પ્રતીક છે, પરંતુ તેમના પ્રયાસો તેનાથી આગળ છે. શાનદાર રમત.’

આ પણ વાંચો – Interesting / રવિવારે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરતા જ 1 હજાર ODI રમનારી વિશ્વની પ્રથમ ટીમ બનશે, જાણો બીજા અને ત્રીજા નંબર પર કોણ?

ભારતીય ટીમ માટે દિનેશ બાનાએ શાનદાર સિક્સર ફટકારીને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. વળી, શેખ રાશિદે 84 બોલમાં છ ચોક્કાની મદદથી 50, નિશાંત સિંધુએ 54 બોલમાં 5 ચોક્કા અને એક છક્કાની મદદથી અણનમ 50 અને રાજ બાવાએ 35 રન બનાવ્યા હતા. અગાઉ, ભારતે 2000માં મોહમ્મદ કૈફની કપ્તાનીમાં, 2008માં વિરાટ કોહલીની કપ્તાનીમાં, 2012માં ઉન્મુક્ત ચંદની કપ્તાનીમાં અને 2018માં પૃથ્વી શૉની કપ્તાની હેઠળ અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો.