Not Set/ ભારત દ્વારા પાકિસ્તાન પર હુમલા બાદ દીવમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો

દીવ, પૂલાવામા થયેલ આતંકી હુમલામાં ભારતના સૈનિકો શહિદ થયેલા જેના જવાબમા ભારત દ્વારા નિડરતાથી પાકિસ્તાન પર હુમલો કરી અનેક આતંકવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો. સાથે ભારત ની દરિયાઈ સુરક્ષા તથા અનૅક જગ્યા ઓ પર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. તેવી રીતે દીવ ના દરિયાઈ સીમા પર પણ નેવી અને કોસ્ટગાર્ડ દ્વારા સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામા […]

Top Stories Gujarat Others
mantavya 368 ભારત દ્વારા પાકિસ્તાન પર હુમલા બાદ દીવમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો

દીવ,

પૂલાવામા થયેલ આતંકી હુમલામાં ભારતના સૈનિકો શહિદ થયેલા જેના જવાબમા ભારત દ્વારા નિડરતાથી પાકિસ્તાન પર હુમલો કરી અનેક આતંકવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો.

સાથે ભારત ની દરિયાઈ સુરક્ષા તથા અનૅક જગ્યા ઓ પર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. તેવી રીતે દીવ ના દરિયાઈ સીમા પર પણ નેવી અને કોસ્ટગાર્ડ દ્વારા સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામા આવેલા છે.

દરિયાઈ સીમા પર પેટ્રોલીંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સાથે દીવ સીમા સુરક્ષા મા પણ વધારો કરવા મા આવ્યો છે દીવ પોલીસ દ્વારા પણ દિવ શહેરની સુરક્ષામા વધારો કરવામાં આવ્યો છે.

બહારથી પણ આર્મીના જવાનો સુરક્ષા વ્યવસ્થા માટે દીવ આવી પહોંચ્યા છે, પાકિસ્તાન દિવ દરિયાઈ સીમાથી નજીક હોવાના કારણે સુરક્ષામાં વધારો કરાયો છે.

કચ્છની સરહદે પાકિસ્તાન તરફથી હિલચાલ જોવામાં આવી છે. સરહદે પાકિસ્તાને ટેન્કો તેમજ સૈન્યના કાફલો ખડકી દીધો છે. પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી અને ડોલ્ફિન કમાન્ડોને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ આપવામાં આવ્યો છે.

વિઘાકોટ બોર્ડર પિલર નંબર 1111થી પાકિસ્તાન સૈન્યનો બદીનનો કેમ્પ અડધા કિલોમીટર દૂરના અંતરે આવેલો છે. ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીના ઇનપુટ બાદ કચ્છની ગુપ્તચર એજન્સી એલર્ટ પર રાખવામાં આવી છે.