નવસારીના ચીખલી તાલુકામાં એક સ્કૂલમાં રહીને અભ્યાસ કરતી ચાર જેટલી વિદ્યાર્થિનીઓ વચ્ચે સમલૈંગિક સંબંધો હોવાની વાત સામે આવી હતી. આ વિદ્યાર્થિનીઓ સ્કૂલની હોસ્ટેલમાં જ રહીને અભ્યાસ કરતી હતી.
સંચાલકોએ આ અંગેની જાણ તેમના માતાપિતાને કરતા ત્રણ વિદ્યાર્થિનીઓના વાલીઓ સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ લઈ ગયા હતા, જ્યારે એક વિદ્યાર્થિનીએ સ્કૂલમાં આવવાનું બંધ કરી દીધું હતું.
ચારેય વિદ્યાર્થિની વચ્ચે સમલૈંગિક સંબંધોમાં કેટલિક ચોંકવનારી વિગતો પણ સામે આવી છે. જેમાંથી એક વિદ્યાર્થિનીએ પોતાની હાથની નસો કાપીને તેના લોહીથી આઈ લવ યુ જાનું જેવા શબ્દો કાગળ પર લખ્યા હતા.
છેલ્લા એકાદ માસથી આ ચારેય વિદ્યાર્થિનીઓ વચ્ચેના સમલૈંગિક સંબંધો હોસ્ટેલ અને સ્કૂલમાં ચર્ચાનો વિષય બન્યાં હતાં. આ બાબતે અન્ય વિદ્યાર્થિનીઓએ પણ હોસ્ટેલની ગૃહમાતાને ફરિયાદ કરી હતી.
આ આખો મામલો સ્કૂલના સંચાલકોના ધ્યાનમાં આવતા તેમણે ચારેય વિદ્યાર્થિનીઓના વાલીઓને બોલાવ્યા હતા અને તેમને સમગ્ર હકીકતથી વાકેફ કરાવ્યા હતા.
આ વાતો જાણીને ત્રણ વાલીઓએ તેમની દીકરીને સ્કૂલમાંથી ઉઠાડી લીધી હતી અને એલસી પરત લઈ લીધા હતા. અન્ય એક વિદ્યાર્થિનીએ આ બનાવ બાદ સ્કૂલમાં આવવાનું જ બંધ કરી દીધું છે.
શાળામાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી આ ચારેય વિધાર્થિનીઓમાં એક ડાંગ જિલ્લાની, બે નવસારી જિલ્લાની અને એક નર્મદા જિલ્લાની હોવાનું જાણવા મળ્યું છે.