Gujarat/ 31મીના આગલા દિવસે દારૂડીયાઓના રંગમાં રાજકોટ પોલીસે પાડ્યો ભંગ, ૩ કરોડનો દારૂ ઝડપીને ફેરવ્યું બુલડોઝર

આમ તો રાજ્યભરમાં દારૂબંધીનો કાયદો લાગુ કરવામાં આવેલો છે તેમ છતાં 31મી ડિસેમ્બરની ઉજવણી વખતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટા પાયા પર યુવાનો ભાન ભૂલી અને દારૂના નશામાં ચકચૂર

Top Stories Gujarat
1

આમ તો રાજ્યભરમાં દારૂબંધીનો કાયદો લાગુ કરવામાં આવેલો છે તેમ છતાં 31મી ડિસેમ્બરની ઉજવણી વખતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટા પાયા પર યુવાનો ભાન ભૂલી અને દારૂના નશામાં ચકચૂર ન થાય તે માટે પોલીસે ખાસ એક્શન પ્લાન ઘડી કાઢયો હતો.તેમજ આ એક્શન પ્લાન મુજબ દારૂબંધીના કાયદાની કડક અમલવારી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે 31મીની ઉજવણી અડા માત્ર ચોવીસ કલાક બાકી છે ત્યારે રાજકોટ પોલીસે પ્રાપ્ત બાતમીના આધારે સોખડા ગામ પાસે ત્રણ કરોડનો દારૂ ઝડપી પાડયો છે. એટલું જ નહીં આ દારૂને ઝડપી તાત્કાલિક બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો છે. જેથી દારૂડિયાઓ દુઃખી થઈ ગયા છે.

Ahmedabad / 31stને લઈને લેવાયો આ નિર્ણય આ રીતે કરવી પડશે ઉજવણી…

Gujarat / નગરપાલિકાની ચૂંટણી માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની પાલિકાઓને 38…

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઇ છે.સોખડા ગામ પાસે પોલીસ વહેલી સવારથી ટ્રકમાં દારૂનો જથ્થો ભરી ખુલ્લા મેદાનમાં ગોઠવતી નજરે પડી હતી. ત્યારબાદ ત્રણ કરોડની કિંમત કેટલા દારૂ પર બુલડોઝર ફેરવી બોટલો ફોડી અને તેનો નાશ પણ કરવામાં આવ્યો હતો.આમ તો રાજકોટ પોલીસ દ્વારા અવારનવાર દારૂ ઝડપી પાડી અને તેનો નાશ કરવામાં આવતો હોય છે પરંતુ આ વર્ષે 31મી ડિસેમ્બરના આગલા દિવસે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દારૂ ઝડપી પાડી અને નાશ કરવામાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે. જેથી દારૂડિયાઓની ઉજવણીના રંગમાં ભંગ પડી ગયો છે.

1
rajkot

Gujarat / રાજકોટ AIIMSનું કાલે PM મોદી કરશે ઇ-ખાતમુહર્ત, તૈયારીને આખરી…

રંગીલા રાજકોટવાસીઓમાં દારૂડિયાઓ 31મીની રાતને રંગીન બનાવવા માટે બેતાબ થયા હતા.એવામાં દારૂબંધીની કડક અમલવારી કરવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા ક્રાઈમ બ્રાન્ચ સહિતના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત એક મહિનાની અંદર વિવિધ પોલીસ સ્ટેશનમાં કુલ દોઢ કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…