Not Set/ રાજય સરકાર દ્ધારા પેટલાદમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું

ઉમેદવારોને રોજગારી મળી રહે તેમજ નોકરીદાતાઓને પણ એક જ સ્થળેથી પોતાની પસંદગીના ઉમેદવારો મળી રહે તે માટે રોજગાર ભરતી મેળાઓનું અવાર-નવાર આયોજન કરવામાં આવી રહ્યું છે

Gujarat
4 2 રાજય સરકાર દ્ધારા પેટલાદમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું

રાજય સરકારના રોજગાર વિભાગ દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે. જેના અંતર્ગત પેટલાદમાં ભરતી મેળો યોજાયો હતો. જેમાં 8 કંપીઓ દ્ધારા 99 જગ્યાઓ પર ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઉમેદવારોને રોજગારી મળી રહે તેમજ નોકરીદાતાઓને પણ એક જ સ્થળેથી પોતાની પસંદગીના ઉમેદવારો મળી રહે તે માટે રોજગાર ભરતી મેળાઓનું અવાર-નવાર આયોજન કરવામાં આવી રહ્યું છે.

પેટલાદ ખાતેની પરીખ આર્ટસ એન્ડ સાયન્સે કોલેજ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો હતો. આ રોજગાર ભરતી મેળામાં સર્વિસ અને મેન્યુફેકચરીંગ સેકટરના 8 નોકરીદાતાઓ દ્વારા 99 જેટલી જગ્યાઓ ભરતી માટે નિયત કરવામાં આવી હતી. આ મેળામાં 103 ઉમેદવારો હાજર રહ્યા હતા. જે ઉમેદવારોના હાજર રહેલા નોકરીદાતાઓ દ્વારા સ્થળ ઉપર જ ઈન્ટરવ્યું લઇને સ્થળ ઉપર જ 87 ઉમેદવારોને જોબ ઓફર કરવામાં આવી હતી. જેથી ઉમેદવારોએ આનંદની લાગણી વ્યકત કરી હતી. આ રોજગાર ભરતી મેળા દરમિયાન વી. જી. એક્ષપર્ટ કમ કેરિયર કાઉન્સેલર દ્વારા ઉમેદવારોને કારકીર્દિલક્ષી માહિતી અને માર્ગદર્શન તેમજ અનુબંધમ પોર્ટલ અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત ઉમેદવારોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સ્વરોજગાર માર્ગદર્શન અને સરકારી-ખાનગી નોકરી અંગેની જાહેરતો, ઓડિયો અને વીડિયો દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં જિલ્લા રોજગાર અધિકારી ડી. કે. ભટ્ટે ખાસ ઉપસ્થિત રહીને નોકરીદાતાઓ અને ઉમેદવારો વચ્ચે સંકલનની મહત્વોની ભૂમિકા અદા કરી હતી.

આણંદ અને ખેડા જિલ્લામાં કોરોના કાળ દરમિયાન અનેક યુવાનો બેરોજગાર બન્યાં હતાં. કેટલાંકના ધંધા રોજગાર ઠપ થઇ ગયાં હતાં. તો બીજી તરફ કેટલાકે નોકરી ગુમાવવાનો વખત આવ્યો હતો. આવા સમયે બેરોજગારોને રોજગારી મળે તે માટે તંત્ર દ્વારા પણ કમર કસવામાં આવી છે. વિવિધ રોજગાર ભરતી મેળા દ્વારા રોજગારીની તકો ઉભી કરવામાં આવી છે.