Rajkot Fair/ રાજકોટનો લોકમેળો રવિવાર સુધી લંબાયોઃ લોકો રાજીના રેડ

રાજકોટવાસીઓ માટે આનંદના સમાચાર છે. રાજકોટનો લોકમેળો કે શ્રાવણી મેળો કે રસરંગ મેળો લંબાયો છે. તેના લીધે લોકો રાજીના રેડ થઈ ગયા છે. આ મેળો આજે શનિવારે પૂરો થવાનો હતો, તેના બદલે તે હવે રવિવારે પૂરો થશે.

Gujarat Rajkot
Rajkot fair graffic રાજકોટનો લોકમેળો રવિવાર સુધી લંબાયોઃ લોકો રાજીના રેડ

રાજકોટઃ રાજકોટવાસીઓ માટે આનંદના સમાચાર છે. રાજકોટનો લોકમેળો કે શ્રાવણી મેળો કે રસરંગ મેળો Rajkot Fair લંબાયો છે. તેના લીધે લોકો રાજીના રેડ થઈ ગયા છે. આ મેળો આજે શનિવારે પૂરો થવાનો હતો, તેના બદલે તે હવે Rajkot News રવિવારે પૂરો થશે.

રાજકોટના જન્માષ્ટમીના લોકમેળામાં એક દિવસનો વધારો Rajkot Fair કરવામાં આવ્યો છે. લોકલાગણીને ધ્યાનમાં રાખીને રાજકોટના જિલ્લા કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકમેળા અમલીકરણ સમિતિના વડા અને જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ લોકલાગણીને માન આપીને Rajkot News મેળાની મુદતમાં એક દિવસનો વધારો જાહેર કર્યો છે.

Rajkot Fair 1 રાજકોટનો લોકમેળો રવિવાર સુધી લંબાયોઃ લોકો રાજીના રેડ

લોકમેળાના પ્રથમ દિવસે અડધો લાખ લોકો આવ્યા હતા. બીજા દિવસે સવા લાખ લોકો આવ્યા હતા અને ત્રીજા દિવસે ત્રણ લાખથી પણ વધુ લોકોએ મેળાની મજા માણી હતી. આના પછી ગઇકાલે બે લાખથી પણ Rajkot News વધુ લોકોએ અત્યાર સુધીમાં મેળાનો આનંદ મનાવ્યો છે. આમ અત્યાર સુધીમાં સાત લાખથી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી છે અને હજ પણ આ આંકડો રવિવાર સુધી લંબાયેલો મેળો જોતાં દસ લાખને આંબી જાય તો આશ્ચર્ય નહી થાય.

Rajkot Fair 2 રાજકોટનો લોકમેળો રવિવાર સુધી લંબાયોઃ લોકો રાજીના રેડ

રાજકોટના શ્રાવણી મેળો કે જન્માષ્ટમીનો મેળો ફક્ત રાજકોટવાસીઓમાં જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રમાં ખૂબ જ લોકપ્રિય છે. આ મેળામાં મહાલવા માટે લોકોનું મોટાપાયા પર આગમન થાય છે. આ મેળાના આયોજન દરમિયાન સમગ્ર રાજકોટ હિલોળે ચડે છે. સૌરાષ્ટ્રનો દરેક રહેવાસી રાજકોટના આ મેળામાં ભાગ લેવા માટે ઉત્સુકતાપૂર્વક રાહ જોતો હોય છે. આ દિવસે રાજકોટમાં આખું કાઠિવાવાડ જ હિલોળે ચઢે છે તેમ કહી શકાય.

આ પણ વાંચોઃ નવી શિક્ષણ નીતિ/GSOSનો મોટો નિર્ણયઃ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની રચના

આ પણ વાંચોઃ નવી શિક્ષણ નીતિ/GSOSનો મોટો નિર્ણયઃ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની રચના

આ પણ વાંચોઃ Bypoll results/પેટા ચૂંટણીમાં I-N-D-I-A ગઠબંધન સાતમાંથી 4 બેઠક જીતતા શક્તિસિંહએ ટ્વિટ કરી જાણો શું કહ્યું…

આ પણ વાંચોઃ અમદાવાદમાં TRB જવાનનો તોડ કરતો વીડિયો વાયરલ, જુઓ

આ પણ વાંચોઃ Rain/ગુજરાતના વાતાવરણમાં પલટો: અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ