G20 Summit/ ભારતની G20 અધ્યક્ષતા જોઈ પાકિસ્તાનને બળતરા ઉપડી…! જુઓ વીડિયો

ભારતમાં G20 સમિટ વચ્ચે પાકિસ્તાનીઓની પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.

G-20 World Trending
WhatsApp Image 2023 09 09 at 3.37.25 PM ભારતની G20 અધ્યક્ષતા જોઈ પાકિસ્તાનને બળતરા ઉપડી...! જુઓ વીડિયો

આ વર્ષે ભારત G20 સમિટની યજમાની કરી રહ્યું છે. 9 સપ્ટેમ્બરથી દિલ્હીમાં દબદબાભેર G20ની શરૂઆત થઈ ગઈ છે. સમગ્ર વિશ્વની નજર આ ભવ્ય કાર્યક્રમ પર છે, પરંતુ પાકિસ્તાન ભારતની આ પ્રગતી જોઈ નથી શકતું. આ વચ્ચે પાકિસ્તાનીઓની પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.

રીઅર એન્ટરટેઈનમેન્ટ નામની યુટ્યુબ ચેનલ પર ભારતમાં આયોજિત G20ને જોઈને પાકિસ્તાનના લોકો કહી રહ્યા છે કે આપણે ભારતથી અલગ ના થવું જોઈતું હતું, કેટલાક લોકોનું કહેવું છે કે ભારત આજે વર્લ્ડલીડર બની ગયું છે, તે પાકિસ્તાનથી 100 ગણું આગળ નીકળી ગયું છે. આવામાં પાકિસ્તાન હવે ભારત સાથે સ્પર્ધા કરી શકશે નહીં.

દરમિયાન એક પાકિસ્તાની વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે પાકિસ્તાનને આઝાદી મળ્યાને 75 વર્ષ થઈ ગયા છે પરંતુ તેમ છતાં પાકિસ્તાનને ભૂલથી આઝાદી મળી ગઈ છે.

ઉલ્લેખનિય છે કે, પીએમ મોદીએ આજે G20 સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન, આફ્રિકન યુનિયન ભારતની અધ્યક્ષતામાં G20નું કાયમી સભ્ય બન્યું. જ્યારે વડાપ્રધાન મહેમાન દેશોના સભ્યો અને નેતાઓને સંબોધિત કરી રહ્યા છે.

આ પણ વાંચો: G20 Summit 2023 Live:/ આફ્રિકન યુનિયન G-20નું કાયમી સભ્ય બન્યું, PM મોદીએ વિશ્વ નેતાઓની સામે કરી જાહેરાત

આ પણ વાંચો: G20 Summit/ દિલ્હીમાં આયોજિત ‘G20 સમિટ’નો ખર્ચ કોણ ઉઠાવે છે ?

આ પણ વાંચો: G20 માં સામેલ થયું આફ્રિકન યુનિયન/ ઘોષણા બાદ યુનિયન લીડરને લેવા પહોંચ્યા જયશંકર, પીએમ મોદીએ લગાવ્યા ગળે