દરરોજ ઈન્ટરનેટ પર ઘણા વીડિયો વાયરલ થાય છે, જે તમને હસાવે પણ છે, દિલને પણ મોહી લે છે અને ક્યારેક એક અલગ જ છાપ છોડી દે છે. આપણા દેશમાં ટેલેન્ટની કોઈ કમી નથી, તેનો અંદાજ આ વાયરલ વીડિયોને જોઈને લગાવી શકાય છે, જેમાં નાના બાળકો શ્રેષ્ઠ રીતે ડાન્સ મૂવ્સ કરતા જોવા મળે છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર સ્કૂલના બાળકોના ડાન્સનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે યુઝર્સની ખુબજ ગમી રહ્યો છે. વાયરલ થઈ રહેલા વિડિયોમાં નાના ક્યૂટ બાળકો બાદશાહના ગીત જુગનુ પર કેટલાક અદ્ભુત ડાન્સ સ્ટેપ્સ કરી રહ્યા છે, પરંતુ આ વાયરલ વીડિયોમાં જોવા મળતી એક નાની બાળકીએ પોતાના ડાન્સ મૂવ્સથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. સોશિયલ મીડિયા પર આ નાની બાળકીના ડાન્સને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તમે પણ જુઓ વાયરલ વિડીયો.
https://www.instagram.com/reel/CanRnI5hX87/?utm_source=ig_embed&ig_rid=f17b1821-b89a-4429-a11c-bd84294e361c
રેપર બાદશાહનું જુગનુ ગીત આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાનો વિષય બની ગયું છે. હાલમાં જ આ ગીત પર ડાન્સ કરતી એક નાની બાળકીનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. ડીજે મોન્ટીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે, જેને ઘણા લોકો પસંદ કરી રહ્યા છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘બાળકમાં આવી ઉર્જા ક્યારેય જોઈ નથી. છોકરીનો આ વીડિયો મને ચોંકાવી દે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1.76 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. યુઝર્સ બાળકીના ડાન્સ મૂવ્સના વખાણ કરી રહ્યા છે