- ભાવનગરઃ શાળામાં 15 વિદ્યાર્થીઓને માર્યો ડંખ
- સાથરા ગામે મધમાખીનો 15 વિદ્યાર્થીઓને ડંખ
- બોર્ડની શરૂ એક્ઝામમાં લાગ્યા ડંખ
- વિદ્યાર્થીઓને મથાવાડા PSC સેંટર લઈ જવામાં આવ્યા
- ફોરેસ્ટર ટીમ પણ પહોંચી શાળાએ
હાલ સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે આવામાં પરીક્ષા સમયે થતી ચોંકાવનારી ઘટનાઓ પણ સામે આવી રહી છે. અમદાવાદ અને નવસારીમાં પરીક્ષા દરમિયાન બે વિદ્યાર્થીઓના મોતની ઘટના સામે આવી હતી. હવે વધુ એક પરીક્ષા દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાવનગરમાં મધમાખીઓએ વિદ્યાર્થીઓને ડંખ માર્યો હોવાનું સામે આવ્યું છે.
આપને જણાવીદઈએ કે, ભાવનગરના સાથરા ગામે બોર્ડની પરીક્ષા દરમિયાન મધમાખીઓનો 15 વિદ્યાર્થીઓને ડંખ મારતા અફરાતફરી મચી ગઈ હતી. હાલ તમામ વિદ્યાર્થીઓને મથાવાડા PSC સેંટર લઈ જવામાં આવ્યા છે. સાથે સાથે ફોરેસ્ટર ટીમ પણ શાળાએ પહોંચી ગઈ છે.
આ પણ વાંચો:વડોદરાથી મુંબઈની ફ્લાઈટમાં સાત વર્ષની અનન્યાએ કરી એકલી મુસાફરી, જુઓ વીડિયો
આ પણ વાંચો:મધ્યાહન ભોજન યોજના આજથી પુન: શરૂ, શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કરાવ્યો પ્રારંભ
આ પણ વાંચો:બોર્ડની ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીને આવ્યો હાર્ટ એટેક, સારવાર દરમિયાન મોત
આ પણ વાંચો: હું ભારતીય મહિલા છું, મારા પતિને છૂટાછેડા નહીં આપું. : ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા સોલંકી