Surendranagar News: રાજુ કરપડા (Raju Karpada) અને આધ્યાત્મિક આગેવાનની સાથે-સાથે રાજકારણમાં પણ ફેરફુદરડી ફરતા કરશનબાપુ ભાદરકા (Karshanbapu) ની મુલાકાત થઈ છે. આ સાથે રાજુ કરપડાને કોંગ્રેસ (Congress)માં લાવવાની તૈયારીઓ થવા લાગી છે. રાજુ કરપડા ખેડૂત આગેવાન છે અને કોંગ્રેસને જનાધારવાળા આગેવાનની જરૂર છે, જે ખોટ રાજુ કરપડા પૂરી કરી શકે છે. રાજુ કરપડા કોંગ્રેસમાં આવે તો પાલ આંબલિયા પછી કોંગ્રેસ પાસે વધુ એક મજબૂત ખેડૂત આગેવાન હશે.

રાજુ કરપડાને લઈને રાજકીય હલચલ
રાજુ કરપડા (Raju Karpada) એ થોડા દિવસ પહેલા જ આમ આદમી પાર્ટી (AAP) માંથી રાજીનામુ આપ્યુ હતુ. તે સમયે તેઓ ભાજપ (BJP) માં જોડાશે તેવી અટકળો સેવાતી હતી, પરંતુ રાજકારણમાં ક્યારે કોણ સાચુ પડે અને ખોટું પડે તે કહી શકાતું નથી. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના નેતાઓ પર આક્ષેપ કરતા રાજીનામુ આપ્યુ હતુ. રાજુ કરપડાની પહેલા કરશન ભાદરકા બાપુનો પણ આમ આદમી પાર્ટી (AAP)થી મોહભંગ થતાં તેમણે પણ પક્ષમાંથી રાજીનામુ આપ્યું હતું. તેમણે પણ પક્ષ છોડતી વખતે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસને રાજુ કરપડાથી ફાયદો
તેના પછી તેમણે ભાજપ (BJP)માં જોડાવવા દાણો દાબી જોયો હતો, પરંતુ ત્યાં તેમનો મેળ પડ્યો ન હતો. તેના પગલે તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. કરશનબાપુના શિષ્યોની સંખ્યા મોટી છે. તેથી કોંગ્રેસ પાસે હાલમાં જનાધાર ઓછો છે તેથી તેને હવે એવા નેતાઓની જરૂર છે જે ફિલ્ડમાં ફરે, જેમનો જનાધાર વધારે હોય. આવા નેતાઓને પક્ષમાં સમાવીને કોંગ્રેસ પોતાનું કદ આગામી ચૂંટણી પૂર્વે વધારવા માંગે છે.
આમ આદમી પાર્ટીને એક પછી એક ફટકો
આમ આમ આદમી પાર્ટીમાંથી કરશન ભાદરકા બાપુ પછી હવે જો રાજુ કરપડા પણ જોડાય તો કોંગ્રેસ (Congress)ને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પણ નોંધપાત્ર ફાયદો મળી શકે તેમ માનવામાં આવે છે. તેથી જ કોંગ્રેસે રાજુ કરપડાને કોંગ્રેસમાં જોડાવવા માટે સમજાવવા કરશન ભાદરકા બાપુને મોકલ્યા છે. કોંગ્રેસ હવે તેના પક્ષમાં તેવા નેતાઓને પ્રાધાન્ય આપવા માંગે છે જેનો જનાધાર હોય. તે પક્ષમાં જનાધાર વગરના નેતાઓને કોરાણે મૂકવાની તૈયારી કરી રહી છે.
આ પણ વાંચો: રાજુ કરપડા કોંગ્રેસનો હાથ પકડશે કે ભાજપનો ખેસ ધારણ કરશે?
આ પણ વાંચો: ઈટાલિયા–સોરઠિયા ભાજપની B ટીમ: રાજુ કરપડાનો આક્ષેપ
આ પણ વાંચો: AAPમાં મોટો રાજકીય ભૂકંપ, ખેડૂત નેતા રાજુ કરપડાએ આપ્યું રાજીનામું
