માતાજીના નામે લોકો પાસેથી પૈસા ચરી ખાતા ધૂતારાઓમાં વધુ એકનો ભાંડાફોડ થયો છે. અમદાવાદનાં ચાંદખેડા, ગાંધીનગર અને રૂપાલ સહીતનાં અનેક સ્થળો પર ઢબુડી માતાના નામે ચાલતા આ ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે. રોચક વાત તો એ છે કે અહી સામાન્ય લોકો જ નહીં, પોલીસકર્મીઓ અને ધારાસભ્યો પણ ઢબુડી માતાના દર્શન કરવા જતાં હોવાના વીડીઓ પણ સામે આવ્યા છે. પોલીસ કર્મચારી હોય કે અધિકારી કે પછી હોય નેતા. કોઇ બાકી નથી. સેંકડો લોકો છે, આ ઢબુડીમાતાના ભકતો. અમદાવાદનાં ચાંદખેડા, ગાંધીનગર, રૂપાલ, ભાવનગર સહીતના સ્થળો પર ચાલતા આ ગોરખધંધા સામે ફરિયાદ થતાં સમગ્ર ગોરખધંધાનો પર્દાફાશ થયો છે.

આત્મવિશ્વાસ ગુમાવી હથેળીમાં ભવિષ્ય શોધતા સેંકડો લોકોનું આ ટોળું આસ્થાના નામે ઉમટી પડતું હોય છે. અને આસ્થા પણ એવી કે, ન માત્ર સામાન્ય વ્યકતી પણ ખુદ પોલીસનાં કર્મચારીઓ પણ હાથ જોડતા નજરે પડે છે. માત્ર હાથ જ નહી કાન પકડતા પણ જોવાય છે. આવા એક બે નહી પણ બે લાખ લોકો ઢબુડી માતાને યુટયુબ પર ફોલો પણ કરે છે. યુટુયુબ પર પોતાનાં પરચા બતાવતા અનેક વિડીયોમાં કેટલાય અંધશ્રધ્ધાળુઓનાં દુ:ખ દુર થતા વિડીયો મુકવામાં આવ્યા છે. વિવાદમાં આવેલા ઢબુડી માતા સવારથી જાહેરમાં આવ્યા ન હતા. પણ જેમ, જેમ, મામલો તંગ થતો ગયો તેમ. સમી સાંજે ઢબુડીમાંએ સામે દર્શન આપવા આવવું પડયું.
અહીં જુઓ ઢબુડી માતા………
સાડીથી લપેટાયેલા આ વ્યકતી પોતે જ છે. જેઓ ઢબુડી માતા હોવાનો દાવો કરે છે. એક ચોકલેટ. અને પાંચસો ગ્રામ ચવાણું ધરાવો તો આ માતાજી લોકોનાં દુ:ખ દુર કરતા હોવાનો દાવો છે. આ દાવો કેટલો સાચો છે, તે અલગ વાત છે. પણ ચારે બાજુથી વિવાદો સામે આવતાં ભકતો પણ તેમના સમર્થનમાં તેમના ચાંદખેડા સ્થિત નિવાસસ્થાને એકઠા થઇ ગયા હતા.

અંધશ્રધ્ધામાં તરબોળ આ ભકતો વિરોધની સામે ઢબુડી માતાના વખાણ કરતા જોવા મળ્યા. આ ઢબુડી માતા તરીકે માથે ચુંદડી ઓઢીને ઉમેલા વ્યકતીનું અસલી નામ છે ધનજી અને તે અમદાવાદના ચાંદખેડામાં રહે છે. તમે જે મસ્ત બંગલો જોઇ રહયા છો તે તેમનું નિવાસસ્થાન છે. માત ચવાણા અને ચોકલેટમાં લોકોના દુખ દુર કરતા ઢબુડી માતા.અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, પાલનપુર, ભાવનગર સહીતના વિસ્તારોમાં મોંધીદાટ કારોમાં સવાર થઇને આવતા જોવા મળે છે.

ગુજરાતના ઘણાં સ્થળોએ ઢબુડા માતાના નામે લોકોને લૂંટતા ગોરખધંધાનો થયો છે પર્દાફાશ. અમદાવાદના ચાંદખેડા, ગાંધીનગરના રૂપાલ અને ભાવનગર સહિત અનેક સ્થળોએ ઢબુડી માતાના નામે ધર્મની હાટડીઓ ચાલતી હતી. ભક્તોના તમામ દુખ દૂર કરવાનો દાવો કરતો આ વ્યક્તિ સ્ત્રીઓને પહેરવાની ચુંદડી ઓઢી પોતાના શરીરમાં ઢબુડી માતા હોવાનું કહી લોકોને આશિર્વાદ આપતો હતો. જાણવા મળ્યા મુજબ રમકડાંના નામ પરથી આ વ્યક્તિએ પોતાનું નામ ઢબુડી માતા રાખ્યું હતું. સામાન્ય વ્યક્તિઓ જ નહીં, પોલીસકર્મીઓ અને ધારાસભ્યો પણ ઢબુડી માતાના દર્શન કરવા જતાં હોવાના વીડિયો વાયરલ થયા છે. એક એવો વીડિઓમાં ઢબુડી માતાના આશિર્વાદથી પેરાલિસિસ મટ્યો હોવાનો દાવો ભક્તો કરી રહ્યા છે. જો કે સમાચાર માધ્યમોમાં ઢોંગનો પર્દાફાશ થતાં ઢબુડી માતાના નામે લોકોને લૂંટતી આ વ્યક્તિ નાસી છૂટી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
