ભારતીય જનતા પાર્ટી (ભાજપ) શાસિત રાજ્યોમાં પણ કેન્દ્ર સરકારના નવા MV એક્ટ ના નિયમો હળવા કરવાની અપીલ કરવામાં આવી રહી છે. બુધવારે મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન દિવાકર રાવતેએ કહ્યું હતું કે આ કૃત્યનો ઉદ્દેશ લોકોનું જીવન બચાવવાનું છે, જે સારું છે. પરંતુ આ અધિનિયમની નવી જોગવાઈઓને કારણે જનતા રડી રહી છે.
નવા મોટર વાહન અધિનિયમ અંગે મધ્યપ્રદેશ સીએમ કમલનાથે કહ્યું હતું કે, દંડ અવ્યવહારુ ન હોવો જોઈએ, ક્ષમતા પ્રમાણે દંડનિરકામ નક્કી કરવી જોઈએ. કેન્દ્રએ નિયમો પર પુનર્વિચાર કરવો જોઇએ
મોદી સરકારનો મોટર વાહન અધિનિયમ, 2019 કાયદો આજકાલ ચર્ચામાં છે. કેટલાક રાજ્યોને ડર છે કે જો તેનો અમલ કરવામાં આવે તો લોકો આગામી ચુંટણીમાં પોતાનો મિજાજ બદલી શકે છે. જે રાજ્યોમાં ચૂંટણી નજીક છે, ત્યાંની સરકાર આ કાયદાનો અમલ કરવામાં ડરશે. તે સિવાયના રાજયોની વાત કરીયે તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે મોટર વ્હીકલ એક્ટના નવા કાયદા અંગે વાંધો ઉઠાવ્યો છે.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) શાસિત રાજ્યોએ કેન્દ્ર સરકારના નવા નિયમો હળવા કરવાની અપીલ કરી રહી છે. મુખ્ય પ્રધાન કમલનાથે એક ટ્વિટમાં કહ્યું, ‘અમે માર્ગ અકસ્માતોને રોકવા અને લોકોની સુરક્ષા પણ કરવા માંગીએ છીએ, પરંતુ એ પણ જોવું જોઈએ કે દંડ અવ્યવહારુ નથી. લોકોની ક્ષમતા પ્રમાણે દંડ લગાવવો જોઇએ. ભારે મંદીનો સમયગાળો ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકારે આ રકમ પર પુનર્વિચાર કરવો જોઇએ અને લોકોને રાહત આપવી જોઈએ. અમે તેનો અભ્યાસ પણ કરી રહ્યા છીએ.
દિવાકર રાવતે જણાવ્યું હતું કે નવા દંડ લોકોને ભારે પડી રહ્યો છે. ગુજરાતની જેમ, આપણે પણ દંડની માત્રામાં ધરખમ ઘટાડો કરવાની વાત કરી રહ્યા નથી, કે રાજકીય રીતે તેનો વિરોધ કરી રહ્યા નથી. અમે ફક્ત ઇચ્છીએ છીએ કે કેન્દ્ર સરકાર તેના પર વિચાર કરે.
सड़क हादसों को रोकना और लोगों की जान की हिफ़ाजत हम भी चाहते है पर यह भी देखना चाहिये कि जुर्माना अव्यवाहरिक ना हो,लोगों की क्षमता के अनुरूप हो,भारी मंदी का दौर चल ही रहा है।
केंद्र सरकार जुर्माने की राशि पर पुनर्विचार करे और लोगों को राहत प्रदान करे।
हम भी इसका अध्ययन करवा रहे है— Kamal Nath (@OfficeOfKNath) September 12, 2019
દિવાકર રાવતે કહ્યું કે, ‘કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સંવેદનશીલ વ્યક્તિ છે. મને લાગે છે કે તેઓ આ બાબતે વિચાર કરશે. મહારાષ્ટ્ર સરકારમાં આ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો નથી. અમે કેન્દ્રીય પ્રધાનના જવાબની રાહ જોઈ રહ્યા છીએ. આ રાજકીય નિર્ણય નથી, કેમ કે ચૂંટણી આવી રહી છે. ચૂંટણી આવતા જ રહે છે, લોકોનો અભિપ્રાય મહત્વપૂર્ણ છે.
આ રાજ્યોમાં ફેરફાર
મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી નજીક છે. ગુજરાતે ચૂંટણી ન હોવા છતાય આ નિયમોમાં ફેરફાર કરી દંડની રકમ ઘટાડી છે. ઉત્તરાખંડમાં લોકોને ચલણના નવા દરો સામે રાહત આપવામાં આવી છે. હરિયાણા ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ અભિયાન ચલાવવાની તૈયારી કરી રહ્યું છે.
કર્ણાટકની રાજ્ય સરકાર હવે વિચારણા કરી રહી છે. આ કાયદો ઉત્તરપ્રદેશમાં સંપૂર્ણ રીતે લાગુ નથી. પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે નવા કાયદાને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. આ સાથે જ રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર પણ આ જોગવાઈઓની વિરુદ્ધ છે.
નવા મોટર વ્હીકલ એક્ટનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. વિરોધ પક્ષ સહિતના લોકોનું કહેવું છે કે દંડની રકમ ખૂબ વધારે છે, જેના કારણે લોકોના ખિસ્સા પર ભારણ વધી રહ્યું છે. દિલ્હી, ઉત્તરાખંડ સહિતના અનેક રાજ્યોમાં નવા મોટર વ્હીકલ એક્ટ સામે વિરોધ પ્ર્દર્શન પણ યોજાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
