Education/ ધોરણ 9 થી 12માં ટ્રાફિક શિસ્ત અને ગીતાનાં પાઠ ભણાવાશે

રાજ્ય સરકાર દ્વારા જૂન 2024થી શરૂ થતાં શૈક્ષણિક વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને પુસ્તક આપવાનું શરૂ કરી દેવાયું છે. 30મી મે સુધી પુસ્તકો શાળામાં પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવાનું…………..

Top Stories Ahmedabad Gujarat

Gujarat News: રાજ્ય સરકાર દ્વારા જૂન 2024થી શરૂ થતાં શૈક્ષણિક વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને પુસ્તક આપવાનું શરૂ કરી દેવાયું છે. 30મી મે સુધી પુસ્તકો શાળામાં પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવાનું આયોજન કરાયું છે. મહત્વનું છે કે શહેરોમાં સર્જાતી ટ્રાફિક સમસ્યાને લઈ નાગરિકોમાં ટ્રાફિક અંગે સમજ કેળવાય તે હેતુથી પ્રથમ વખત ધોરણ 9 અને 10માં ટ્રાફિકનું પ્રકરણ ઉમેરવામાં આવ્યું છે.

ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ 9 અને 10માં સામાજીક વિજ્ઞાનમાં અને ધોરણ 11 અને 12માં ગુજરાતી માધ્યમમાં રોડ સેફ્ટી અંગે ચેપ્ટર ઉમેરવામાં આવ્યું છે. જેમાં વાહનચાલકે ખઈ બાજુ વાહન ચલાવવું, સીટ બેલ્ટ પહેરવું, વાહન પાર્ક કરતી વખતે રાખવામાં આવતી સાવચેતી સહિતનું વર્ણન કરવામાં આવ્યું છે. ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવાની વય મર્યાદા, લેન ડ્રાઈવિંગ, ચોકડી, ગોળાઈ, વાહન ઓવરટેક કઈ રીતે કરવું, તેની માહિતી આપી મહત્વ પણ સમજાવવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા શ્રીમદ ભગવદ ગીતાના પાઠ તબક્કાવાર અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવ્યો છે. ધોરણ 6થી 8 બાદ હવે ધોરણ 11 અને 12માં માત્ર ગુજરાતી માધ્યમમાં શ્રીમદ ભગવદ ગીતાના પ્રકરણને ઉમેરવામાં આવ્યું છે. આગામી સત્રથી નવા પાઠ્ય પુસ્તકો અમલમાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં ITનું મેગા ઓપરેશન, ખુરાના ગ્રૂપ અને માધવ કન્સટ્રક્શન પર દરોડા

આ પણ વાંચો:જમીનના ખોટા દસ્તાવેજ બનાવી 12 કરોડની ખંડણી માંગનારા 2ની ધરપકડ

આ પણ વાંચો:તમામ જીલ્લાઓમાં 1 ફેમિલી કોર્ટ શરૂ કરવા હાઈકોર્ટનો નિર્દેશ

આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ, ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

આ પણ વાંચો:અમદાવાદ-મુંબઈ રૂટ પર વધુ એક વંદે ભારત દોડશે