ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે દ્રારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે રાજ્યના 7 જિલ્લાના 18 તાલુકાઓમાં સારા પ્રમાણમાં વરસાદ નોંધવામા આવ્યો છે.
વરસાદી આંકડાની વાત કરવામા આવે તો, સૌથી વધુ મેઘ મહેર દક્ષિણ ગુજરાતમાં નોંધવામા આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ જીલ્લા પર મેધરાજા ઓળઘોળ જોવા મળી રહ્યા હોય તેમ વલસાડ જિલ્લાનાં પારડી તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે.
પારડી તાલુકામાં 24 કલાકમાં 5.56 ઇંચ વરસાદ પડ્યો છે. તો વાપી તાલુકામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. અન્ય 16 તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્માં મોસમનો સરેરાશ વરસાદ 193.64 મિ.મી. એટલે કે 23.73 ટકા નોંઘવામાં આવ્યો છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
