Covid-19/ રાજધાની દિલ્હીમાં કોરોનાનાં સામે આવ્યા 100 થી વધુ કેસ, 6 મહિનામાં સૌથી વધુ

રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 100 થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા લગભગ 6 મહિનામાં દિલ્હીમાં એક દિવસમાં મળી આવેલા આ સૌથી વધુ કેસ છે.

Top Stories India

રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 100 થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા લગભગ 6 મહિનામાં દિલ્હીમાં એક દિવસમાં મળી આવેલા આ સૌથી વધુ કેસ છે. અગાઉ 25 જૂને રાજધાનીમાં કોરોનાનાં 115 કેસ નોંધાયા હતા. કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટનાં વધતા જોખમ વચ્ચે દિલ્હીમાં કોરોનાનાં કેસમાં આ વધારો જોવા મળ્યો છે. બીજી તરફ, જો દિલ્હીમાં કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટથી પીડિત દર્દીઓની સંખ્યા વધીને 22 થઈ ગઈ છે.

આ પણ વાંચો – બાંગ્લાદેશ / 50 વર્ષ પહેલા આ દિવસે બાંગ્લાદેશને મળી હતી આઝાદી, 93 હજાર પાકિસ્તાની સૈનિકોએ કર્યું હતું આત્મસમર્પણ

દિલ્હીમાં મળી આવેલા 107 કોરોના કેસ ઉપરાંત એક વ્યક્તિનાં મોતનાં સમાચાર પણ છે. રાજધાનીમાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 25,101 થઈ ગયો છે. રાજધાનીમાં કોરોના વાયરસનો પોઝિટિવિટી રેટ 0.17% છે, જે ગઈકાલનાં 0.13%નાં દરની તુલનામાં થોડો વધારો નોંધાયો છે. બુધવારે દિલ્હીમાં કોરોનાનાં 57 કેસ નોંધાયા હતા. દિલ્હીમાં હાલમાં કોરોનાનાં 540 સક્રિય કેસ છે, જેમાંથી 255 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. ડિસેમ્બર મહિનામાં દિલ્હીમાં અત્યાર સુધીમાં 3 લોકોનાં કોરોનાથી મોત થયા છે, જ્યારે ગયા મહિને દિલ્હીમાં 7 લોકોનાં મોત થયા છે.

આ પણ વાંચો – Kolkata Civic Polls / ભાજપના નેતા સુવેન્દુ અધિકારી ચૂંટણી પંચ પહોંચ્યા, ચૂંટણી રદ કરવાની કરી માંગ…

ઓક્ટોબરમાં 4 લોકોનાં મોત થયા હતા જ્યારે સપ્ટેમ્બરમાં 5 લોકોનાં મોત થયા હતા. દિલ્હી હેલ્થ બુલેટિન અનુસાર, શનિવારે રાજધાનીમાં કોરોનાનો પોઝિટિવિટી રેેટ 0.13 ટકા હતો. વળી, બુધવારે દિલ્હીમાં 0.10 પોઝિટિવિટી રેટ સાથે કોરોનાનાં 57 કેસ નોંધાયા હતા. હેલ્થ બુલેટિન અનુસાર, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 61,905 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 57,435 RTPCR ટેસ્ટ અને 4,470 રેપિડ એન્ટિજેન ટેસ્ટ છે. હાલમાં દિલ્હીમાં 157 કન્ટેઈનમેન્ટ ઝોન છે.