Meta-Facebook/  Metaએ  Facebook સેવાનો દુરુપયોગ અટકાવવા પારદર્શિતા લાવવા નવા ધોરણો વિકસાવ્યા

સોશિયલ મીડિયાનું લોકપ્રિય પ્લેટફોર્મ Facebook એક મહત્વનું પ્લેટફોર્મ છે.  જ્યાં લોકો વાતચીત કરવા માટે સશક્ત અનુભવે છે.

Trending Tech & Auto
Beginners guide to 2024 04 19T131834.712  Metaએ  Facebook સેવાનો દુરુપયોગ અટકાવવા પારદર્શિતા લાવવા નવા ધોરણો વિકસાવ્યા

સોશિયલ મીડિયાનું લોકપ્રિય પ્લેટફોર્મ Facebook એક મહત્વનું પ્લેટફોર્મ છે.  જ્યાં લોકો વાતચીત કરવા માટે સશક્ત અનુભવે છે. આ સેવાનો દુરુપયોગ અટકાવવા માટે પોતાની ભૂમિકાને સામાજિક દાયિત્વ તરીકે વધુ ગંભીરતાથી લઈ Metaએ  Facebook પર શું માન્ય છે અને શું નથી તેના માટેના ધોરણો વિકસાવ્યા છે. આ ધોરણો લોકોના પ્રતિસાદ અને ટેક્નોલોજી, જાહેર સુરક્ષા અને માનવ અધિકારો જેવા ક્ષેત્રોના નિષ્ણાતોની સલાહ પર આધારિત છે. લોકો તેમના અનુભવો શેર કરવા, મિત્રો અને પરિવાર સાથે જોડાવા અને સમુદાયો બનાવવા માટે Facebook નો ઉપયોગ કરે છે. તે 2 અબજથી વધુ લોકો માટે વિવિધ દેશો અને સંસ્કૃતિઓમાં અને ડઝનેક ભાષાઓમાં મુક્તપણે પોતાની જાતને વ્યક્ત કરવાની સેવા છે.

દરેકના અવાજનું મૂલ્ય છે તે સુનિશ્ચિત કરવા માટે, અમે એવા ધોરણો બનાવવા માટે ખૂબ કાળજી રાખીએ છીએ જેમાં વિવિધ મંતવ્યો અને માન્યતાઓ શામેલ હોય, ખાસ કરીને એવા લોકો અને સમુદાયો કે જેને અન્યથા અવગણવામાં આવી શકે અથવા હાંસિયામાં ધકેલવામાં આવે. આ સાથે એવી સામગ્રી કે જેને લાગુ કરવા માટે વધારાની માહિતી અથવા સંદર્ભની જરૂર હોય, એવી સામગ્રી કે જેને ચેતવણી સ્ક્રીન સાથે મંજૂરી આપવામાં આવી હોય અથવા એવી સામગ્રી જેને મંજૂરી આપવામાં આવી હોય પરંતુ તે ફક્ત 18 અને તેથી વધુ વયના પુખ્ત વયના લોકો જ જોઈ શકે તેવી સામગ્રી પર પણ ખાસ ધ્યાન રાખી માર્ગદર્શિકામાં સામેલ કરેલ છે. આ વેબસાઈટ લિંક પરથી જાણો વધુ માહિતી.

https://transparency.meta.com/gu-in/policies/community-standards/

મેટા એવી તકનીકો અને સેવાઓ બનાવે છે જે લોકોને એકબીજા સાથે જોડાવા, સમુદાયો બનાવવા અને વ્યવસાયો વધારવા માટે સક્ષમ બનાવે છે. આ શરતો Facebook, Messenger અને અમે ઑફર કરીએ છીએ તે અન્ય ઉત્પાદનો, સુવિધાઓ, એપ્લિકેશન્સ, સેવાઓ, ટેક્નોલોજીઓ અને સૉફ્ટવેરના તમારા ઉપયોગને નિયંત્રિત કરે છે ( મેટા પ્રોડક્ટ્સ અથવા પ્રોડક્ટ્સ ), સિવાય કે જ્યાં તમે સ્પષ્ટપણે કહો કે અલગ શરતો (અને આ નહીં) લાગુ પડે છે. આ પ્રોડક્ટ્સ તમને Meta Platforms, Inc દ્વારા પ્રદાન કરવામાં આવે છે.

ફેસબુક કોઈનો વ્યક્તિગત ડેટા જાહેરાતકર્તાઓને વેચતા નથી અને જ્યાં સુધી તેમને ચોક્કસ પરવાનગી ના મળે ત્યાં સુધી સીધી રીતે ઓળખતી માહિતી (જેમ કે તમારું નામ, ઇમેઇલ સરનામું અથવા અન્ય સંપર્ક માહિતી) જાહેરાતકર્તાઓ સાથે શેર કરતા નથી.

Facebook પોતાની નીતિઓમાં બદલાવ કર્યો છે. ખાસ કરીને સામુદાયિક ધોરણો, વાણિજ્યિક ઉદેશ્ય, સંગીત માર્ગદર્શિકા, જાહેરાત નીતિઓ, સ્વ-સેવા જાહેરાતની શરતો, મેટા પ્લેટફોર્મ નીતિ, ફેસબુક પૃષ્ઠો, જૂથો અને ઈવેન્ટ્સ નીતિ, મેટા બ્રાન્ડ સંસાધનો, લાઈવ ટેલિકાસ્ટ તેમજ મેટા ટ્રેડમાર્ક, લોગો અને સ્ક્રીનશોટસનો ઉપયોગ કરવાને લઈને નવી નીતિઓ જાહેર કરી છે. જે લોકો Facebook પ્લેટફોર્મનો ઉપયોગ ચોક્કસ વ્યવસાય જૂથ અથવા પૃષ્ઠનું સંચાલન કરવા તેમજ તેમના માલસામાનનું વેચાણ કરવા સહિતના કોઈપણ વ્યવસાયિક અથવા વ્યવસાય હેતુ માટે કરતા હોવ તો ચોક્કસપણે નવી માર્ગદર્શિકા પર ધ્યાન આપો. આ માર્ગદર્શિકા તમે Facebook પર પોસ્ટ કરો છો તે સામગ્રી અને Facebook અને અન્ય મેટા પ્રોડક્ટ્સ પરની તમારી પ્રવૃત્તિ સંબંધિત અમારા ધોરણોની રૂપરેખા આપે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પહેલા તબક્કાના મતદાનમાં મોદી સરકારના 8 મંત્રીઓ મેદાનમાં 

આ પણ વાંચો:સલમાનના ઘર પર ફાયરિંગના કેસમાં વધુ એક ઝડપાયો

આ પણ વાંચો:બ્રિજ ભૂષણ સિંહે યૌન ઉત્પીડન કેસમાં દિલ્હી કોર્ટનો કર્યો સંપર્ક, વધુ તપાસની કરી માગ