Not Set/ WEF : વર્ષ ૨૦૨૫ સુધીમાં કામના મામલે મશીન માણસથી નીકળી જશે આગળ

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા હાલમાં ભારતનો એક મહત્વનો રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રીપોર્ટ  પ્રમાણે વર્ષ ૨૦૨૫ સુધીમાં ઓફિસોમાં અડધાથી વધારે મશીનો કામ  કરતા હશે. રોબોટની ક્રાંતિની મદદથી આવતા પાંચ વર્ષમાં ૫.૮ કરોડ નવી નોકરીઓનું નિર્માણ થશે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની એક નવી શોધ ‘ ધ ફ્યુચર ઓફ જોબ્સ ૨૦૧૮ ‘માં પ્રકાશિત કરવામાં આવી છે. રીપોર્ટ […]

India Trending
weforum WEF : વર્ષ ૨૦૨૫ સુધીમાં કામના મામલે મશીન માણસથી નીકળી જશે આગળ

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા હાલમાં ભારતનો એક મહત્વનો રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રીપોર્ટ  પ્રમાણે વર્ષ ૨૦૨૫ સુધીમાં ઓફિસોમાં અડધાથી વધારે મશીનો કામ  કરતા હશે. રોબોટની ક્રાંતિની મદદથી આવતા પાંચ વર્ષમાં ૫.૮ કરોડ નવી નોકરીઓનું નિર્માણ થશે.

Image result for world economic forum

વર્લ્ડ ઇકોનોમિક ફોરમની એક નવી શોધ ‘ ધ ફ્યુચર ઓફ જોબ્સ ૨૦૧૮ ‘માં પ્રકાશિત કરવામાં આવી છે. રીપોર્ટ મુજબ ભારતમાં  મશીન અને રોબોટને અપનાવાથી માણસના કામ કરવામાં ઘણો બદલાવ આવી જશે. આ રીપોર્ટમાં રોજગાર વિશે પોઝીટીવ વિચાર રાખવામાં આવ્યો છે.

Image result for robot

ભારતમાં હાલની કંપનીઓમાં ૭૧ ટકા માણસો કામ કરી રહ્યા છે. જયારે ૩૯ ટકા મશીનથી કામ ચાલે છે. વર્ષ ૨૦૨૨માં માણસ માત્ર ૫૮ ટકા અને મશીન ૪૨ ટકા કામ કરશે.

વર્ષ ૨૦૨૫ સુધીમાં મશીન અને રોબોટ ૫૨ ટકા કામ કરશે.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમે કહ્યું છે કે નોકરીમાં આવનારા વર્ષોમાં નવી ગુણવત્તા, સ્થાન, અને સ્વરૂપમાં બદલાવ આવશે.