Not Set/ મોદી હે તો મુમકીન હે!! રાજ્યસભામાંથી જમ્મુ-કાશ્મીર પુન:રચના બિલ 2019 પાસ

આઝાદી સમયથી દેશભરમાં જેની રાહ હતી અને અનેક વખત ચર્ચાઓ કરવામા આવતી તે સંવિધાનની અસ્થાઇ કલમ- 370, હવે સ્થાઇ રૂપથી દુર કરવામા આવી છે. રાષ્ટ્રપતિ દ્વારા બંધારણ (જમ્મુ અને કાશ્મીર) આદેશ 2019 કરવામા આવતા, જમ્મુ-કાશ્મીર હવે ભારતનો પૂર્ણ રીતે અવિભાજ્ય ભાગ બની ગયો છે. તો આ સંદર્ભે ભારત સરકાર વતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા […]

Top Stories India
rajyasabha મોદી હે તો મુમકીન હે!! રાજ્યસભામાંથી જમ્મુ-કાશ્મીર પુન:રચના બિલ 2019 પાસ

આઝાદી સમયથી દેશભરમાં જેની રાહ હતી અને અનેક વખત ચર્ચાઓ કરવામા આવતી તે સંવિધાનની અસ્થાઇ કલમ- 370, હવે સ્થાઇ રૂપથી દુર કરવામા આવી છે. રાષ્ટ્રપતિ દ્વારા બંધારણ (જમ્મુ અને કાશ્મીર) આદેશ 2019 કરવામા આવતા, જમ્મુ-કાશ્મીર હવે ભારતનો પૂર્ણ રીતે અવિભાજ્ય ભાગ બની ગયો છે. તો આ સંદર્ભે ભારત સરકાર વતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભા જમ્મુ અને કાશ્મીર પુન:રચના બિલ, 2019 ચર્ચા માટે મુકવામાં આવ્યું હતું.

ભારે ચર્ચાનાં અંતે બિલને પારીત કરવા માટે રાજ્યસભામાં વોટીંગ કરવામાં આવ્યું હતું અને ટેકનિકલ ખામી સર્જાતા વોટીંગ જુની રીત પ્રમાણે સ્લીપ દ્વારા કરવામા આવ્યું હતું, જેમા બિલ પારીત કરવામા આવ્યું છે. બિલ પસાર કરી દેવામાં આવતા ફરી એક વાર ભારતમાં જે લગભગ અસંભવ લાગતું હતું તે કામ PM મોદી સરકાર દ્વારા કરી બતાવવામાં આવ્યું છે. આમ ફરી એકવાર લોકોનાં મુખે સંભળાઇ રહ્યું છે કે “મોદી હે તો મુમકીન હે” 

pm modi amit shah મોદી હે તો મુમકીન હે!! રાજ્યસભામાંથી જમ્મુ-કાશ્મીર પુન:રચના બિલ 2019 પાસ

તો બિલ સાંગોપાગ પસાર કરી, તેની અમલાવરી પણ આજે જ કરી દેવામાંં આવતા, આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે  પોતાની કોઠા સૂઝ ફરી પુરવાર કરી બતાવી છે. આ ઐતિહાસીક દિવસમાં સફળ રીતે પોતાની જીત મેળવી જ્યારે રાજ્યસભા મુલત્વી રાખવામા આવી ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે PM મોદીને પ્રણામ કરી પોતાનું સમર્પણ બતાવ્યું હતું જે આ રીતે કચકડે કંડારાય ગયું હતું

rajyasabha.PNG1 મોદી હે તો મુમકીન હે!! રાજ્યસભામાંથી જમ્મુ-કાશ્મીર પુન:રચના બિલ 2019 પાસ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.