aahmedabad/ વર્લ્ડ કપ દરમિયાન કોમ્યુનિટી હોલ અને હોસ્પિટલમાં પણ મળશે જગ્યા!!

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ICC ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરથી થવા જઈ રહી છે.

Gujarat Trending Sports
Mantavyanews 2023 10 04T173941.445 વર્લ્ડ કપ દરમિયાન કોમ્યુનિટી હોલ અને હોસ્પિટલમાં પણ મળશે જગ્યા!!

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ICC ક્રિકેટ વર્લ્ડકપની શરૂઆત 5 ઓક્ટોબરથી થવા જઈ રહી છે. ત્યારે મેચ જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટરસિકો ઉમટી પડે છે. તેને ધ્યાનમાં રાખીને શાહીબાગ વિસ્તારમાં આવેલા તેરા પંથ કોમ્યુનિટી હોલમાં ક્રિકેટ ચાહકો માટે ઉપલબ્ધ 28 રૂમમાંથી 22 રૂમને સજ્જ કરવામાં આવ્યા છે. આ હોવમાં મુખ્યત્વે લગ્ન અથવા સામાજિક કાર્યક્રમો માટે છે.

ફેસિલિટીના મેનેજર અભય પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે, તેઓએ આ વર્લ્ડ કપ દરમિયાન રહેવા માટે 22 રૂમ રાખ્યા છે અને એક રૂમનું ભાડું 1,500 રૂપિયા સુધીનું છે. આ તમામ રૂમનું બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મોટી મેચમાં મોટી સંખ્યા લોકો આવે છે, તે દરમિયાન જ્યારે હોટલો અને હોમસ્ટે ફુલ થઈ જાય છે. કોમ્યુનિટી હોલમાં અને હોસ્પિટલો જેવી અસામાન્ય સેટિંગ્સ છે જે માંગને પહોંચી વળવા આગળ આવી રહી છે. ફેડરેશન ઓફ હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ્સ એસોસિએશન (FHRA) અનુસાર, સ્પેશિયલ મેચ માટે અમદાવાદમાં આશરે 30,000થી 40,000 લોકો આવવાની ધારણા છે. ભારત અને વિદેશના ક્રિકેટ ચાહકો ઉપરાંત, તેમાં પ્રાયોજકો, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સભ્યો, મીડિયા વ્યક્તિઓ, ટીમો અને અન્ય VVIPનો સમાવેશ થાય છે.

શહેરની એક હોસ્પિટલ પુષ્ટિ કરી છે કે, તે વિશ્વ કપ માટે બુકિંગ સાઇટ્સ પર દર્દીઓના સંબંધીઓ માટે 80 વિશેષ રૂમની યાદી જાહેર કરશે. સૂત્રોના જણાવ્યું અનુસાર, રૂમ ઉપલબ્ધતાના આધારે આપવામાં આવશે. આમાંથી થતી આવકનો ઉપયોગ ગરીબોની સારવાર માટે કરવામાં આવશે. ઔપચારિકતાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ઘણા કોમ્યુનિટી હોલ પણ સમુદાયના સભ્યો દ્વારા બુક કરવામાં આવે છે. ઓસવાલ ભવનના એડમિનિસ્ટ્રેટર માણેકચંદ જૈને જણાવ્યું કે ક્રિકેટ મેચ માટેના તમામ 20 રૂમ સમુદાયના સભ્યો દ્વારા બુક કરવામાં આવ્યા છે. એક અંદાજ મુજબ, 13થી 15 ઓક્ટોબર સુધી ફાઇવ સ્ટાર હોટલોમાં બેઝ કેટેગરીના રૂમ પ્રતિ રાત્રિના 80 હજાર રૂપિયા સુધી ઉપલબ્ધ છે. ચેરમેન નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે, “ફાઇવ-સ્ટાર હોટલોમાં મોટા ભાગના રૂમ બુક છે. બજેટ હોટલમાં પણ રૂમો ઘણી ઊંચી કિંમતે ઉપલબ્ધ છે. તેથી, ઘણા લોકો હોમ સ્ટેની સાથે-સાથે મહેમાનોને રહેવા માટેના અન્ય રસ્તાઓ પણ શોધી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 5 વર્લ્ડ કપ દરમિયાન કોમ્યુનિટી હોલ અને હોસ્પિટલમાં પણ મળશે જગ્યા!!


આ પણ વાંચો: Bollywood/ અભિનેતા ‘રણબીર કપૂર’ને EDએ પાઠવ્યું સમન્સ, જાણો શું છે મામલો

આ પણ વાંચો: Airforce-LCA Tejas/ એરફોર્સનો વધશે ફોર્સ: ભારતના આકાશમાં ઓજસ પાથરશે LCA તેજસ

આ પણ વાંચો: ક્રાઈમ/ સુરતમાં વ્યાજખોર પિતા-પુત્રનો આતંક, યુવકને કાર નીચે કચડી કર્યો મારવાનો પ્રયાસ