સુરત-રોગચાળો/ સુરત રોગચાળાની નાગચૂડમાંઃ બે દિવસમાં બેના મોત

સુરતમાં રોગચાળાની નાગચૂડ પક્કડમાં છે. તેના લીધે છેલ્લા બે દિવસમા બેના મોત થયા છે. વરાછા વિસ્તારની પરિણીત મહિલા ને ઝાડાઉલટી બાદ મોત થયું હતું. આ ઉપરાંત કતારગામની કિશોરીનું ડેન્ગ્યુથી મોત થયું હતું.

Gujarat Surat
Mantavyanews 7 3 સુરત રોગચાળાની નાગચૂડમાંઃ બે દિવસમાં બેના મોત

@ દિવ્યેશ પરમાર

સુરતઃ સુરતમાં રોગચાળાની નાગચૂડ પક્કડમાં છે. તેના લીધે છેલ્લા બે દિવસમા બેના મોત થયા છે. વરાછા વિસ્તારની પરિણીત મહિલા ને ઝાડાઉલટી બાદ મોત થયું હતું. આ ઉપરાંત કતારગામની કિશોરીનું ડેન્ગ્યુથી મોત થયું હતું. સુરતમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીની લાગેલી લાંબી લાઈનો ચિંતામાં વધારો કરી રહી છે

સુરત શહેરમાં હાલ રોગચાળો વકર્યો છે. છેલ્લા બે દિવસમાં રોગચાળાના કારણે બેના મોત થયા હતા. સતત વધતા રોગચાળાના કારણે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ની લાંબી કતારો જોવા મળી હતી.સિવિલ હોસ્પિટલમાં કેસ બારી થી લઈ તમામ વોર્ડ માં દર્દીઓ નો ઘસારો જોવા મળ્યો હતો.

મહત્વનું છે કે આટલા બધા દર્દીઓ આવતા સિવિલ પ્રશાશન દ્વારા નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો વધારી દેવામાં આવ્યા છે.દરેક વોર્ડ માં ત્રણ થી ચાર ડોકટર અને નર્સિંગ સ્ટાફ રાખી દેવામાં આવ્યા છે..ખાસ કરી ને ઝાડા ઉલટી અને તાવના કેસ મા વધારો થયો છે.

સુરતમાં ગઈ કાલે વરાછા વિસ્તારની પરિણીતાને ઝાડા ઉલટી થયા બાદ સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. સુરતના વેડ રોડ પર આવેલી ત્રિલોક સોસાયટીમાં 10.માં.ધોરણ માં અભ્યાસ કરતી કિશોરી ઉલટી થઈ હતી. રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુ થયો હોવાનું સામે આવ્યું હતું, જેને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં બાદ સ્મિમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેની તબિયત પણ ખૂબ ગંભીર હતી. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન કિશોરીનું મોત થયું હતું.

સુરતમાં સતત વધતા જતા રોગચાળાને પગલે તંત્રએ જરૂરી પગલાં લેવા જોઈએ તે અનિવાર્ય બન્યું છે. સુરત સિવિલ હોસ્પિટલમાં લાગેલી લાંબી લાઈનો એ વાતને પુરવાર કરે છે કે સુરત રોગચાળાની નાગચૂડમાં સપડાઈ ચૂક્યું છે. તેમા પણ ખાસ કરી ને પાણીજન્ય અને મચ્છરજન્ય બંને રોગોમાં વધારો થયો છે. હાલ ચોમાસુ પૂર્ણ થયું છે છતાં રોગચાળો ઘટવાનું નામ નથી લઈ રહ્યો..સિવિલ હોસ્પિટલમાં આવેલા તમામ દર્દીઓમાં વધારો થતાં તંત્ર પણ હાલ ચિંતામા મૂકાયું છે.

 

આ પણ વાંચોઃ Bollywood/ અભિનેતા ‘રણબીર કપૂર’ને EDએ પાઠવ્યું સમન્સ, જાણો શું છે મામલો

આ પણ વાંચોઃ Airforce-LCA Tejas/ એરફોર્સનો વધશે ફોર્સ: ભારતના આકાશમાં ઓજસ પાથરશે LCA તેજસ

આ પણ વાંચોઃ મોટા સમાચાર/ કેન્દ્રીય કેબિનેટમાં સૌથી મોટો નિર્ણય, ગેસ સિલિન્ડર પર મળતી સબસિડીમાં વધારો