Not Set/ સુરત/ ચોરીના આરોપમાં ઝડપાયેલા યુવકે પોલીસ લોકઅપમાં કરી આત્મહત્યા

સુરત જિલ્લામાં ચોરીના આરોપમાં રંગેહાથ ધરપકડ કરાયેલા એક આરોપીએ પોલીસ લોપઅપમાં તેના શરીર પર બ્લેડ મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાને પગલે પોલીસ પ્રશાસને આક્રોશ વ્યક્ત કર્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.  મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના કામરેજમાં એક વ્યક્તિ ઓટો રિકસામાં સૂઈ રહ્યો હતો. આ દરમિયાન ઓટો રીક્ષામાં સૂતો યુસુફ મોહમ્મદ […]

Gujarat Surat
ef01aa6deae44dacd84bad3abfdde1f2 સુરત/ ચોરીના આરોપમાં ઝડપાયેલા યુવકે પોલીસ લોકઅપમાં કરી આત્મહત્યા

સુરત જિલ્લામાં ચોરીના આરોપમાં રંગેહાથ ધરપકડ કરાયેલા એક આરોપીએ પોલીસ લોપઅપમાં તેના શરીર પર બ્લેડ મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાને પગલે પોલીસ પ્રશાસને આક્રોશ વ્યક્ત કર્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

 મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના કામરેજમાં એક વ્યક્તિ ઓટો રિકસામાં સૂઈ રહ્યો હતો. આ દરમિયાન ઓટો રીક્ષામાં સૂતો યુસુફ મોહમ્મદ મેમણ નામનો યુવાન નજીક ગયો હતો અને મોબાઇલ અને તેની જીપમાંથી પાકીટ ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો કે ઓટો રીક્ષા ચાલક જાગી ગયો અને બૂમો પાડવા લાગ્યો.

આ દરમિયાન ત્યાંથી પસાર થતાં એક હોમગાર્ડ જવાન ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ચોરીનો પ્રયાસ કરી રહેલા યુસુફની ધરપકડ કરી હતી. તેને કામરેજ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે ખિસ્સામાંથી બ્લેટ કાઢીને  ગળા પર મારી દીધી. જે બાદ વધારે લોહી નીકળવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

પોલીસે જણાવ્યું કે આરોપી ચોરી કરવા માટે તેના બ્લેડ રાખતો હતો. ઘટના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.