Not Set/ કેન્દ્રમાં છવાયું ગુજરાત, નવા ત્રણ ચહેરા સાથે કુલ 7 સાંસદોને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન

મોદી સરકારના આજના કેબિનેટ વિસ્તરણ બાદ કેન્દ્રમાં ગુજરાતનો દબદબો છવાઈ ગયો છે. ગુજરાતના એક સાથે 7 સાંસદો કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે.

Top Stories Gujarat Others Trending
jyotiraditya scindia 1 કેન્દ્રમાં છવાયું ગુજરાત, નવા ત્રણ ચહેરા સાથે કુલ 7 સાંસદોને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન

આજ રોજ બુધવારના દિવસે મોદી મંત્રી મંડળનું વિસ્તરણ થયું છે. વિસ્તરણ બાદ મોદી સરકારના નવા કેબિનેટમાં ગુજરાત છવાઈ ગયું છે. ત્રણ નવા સાંસદોને સ્થાન મળતા હવે કેન્દ્રમાંગુજરાતમાંથી 7 મંત્રીઓ સ્થાન શોભાવશે.

આજ રોજ ગુજરાતમાંથી ત્રણ નવા ચેહેરા મંત્રી મંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને સુરતના સાંસદ દર્શનાબેન જરદોશનો સમાવેશ થાય છે.

તો સાથે પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને પ્રમોશન મળવાના ચાન્સ છે. મોદી સરકારના આજના કેબિનેટ વિસ્તરણ બાદ કેન્દ્રમાં ગુજરાતનો દબદબો છવાઈ ગયો છે. ગુજરાતના એક સાથે 7 સાંસદો કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે.

ઉલ્લેખનીય છે એ, લોકસભાની 26 અને રાજ્યસભાની 8 સીટોમાં સૌથી વધારે પ્રતિનિધિત્વ ગુજરાતને પ્રથમવાર મળ્યું છે. અમિત શાહ, મનસુખ માંડવિયા, પુરષોત્તમ રૂપાલા અને એસ જયશંકર અત્યારસુધી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હતા. હવે 3 નવા સાંસદો પણ મંત્રી બનતાં દિલ્હીમાં ગુજરાતના 7 સાંસદો પ્રતિનિધિત્વ કરશે.

મોદી કેબિનેટમાં ગુજરાતના ૭ સાંસદ

અમિત શાહ

એસ.જયશંકર

મનસુખ માંડવીયા

પરસોતમ રૂપાલા

ડો.મહેન્દ્ર મુંજપરા

દર્શના જરદોશ

દેવુંસિંહ ચૌહાણ