Bharuch/ આદિજાતિ DYSP સામે મહિલા PSIએ જાતિય સતામણીની દાખલ કરી ફરિયાદ

શુ ચાલે છે ડિયર? તમે એકલા જ રહો છો ને? હું પણ એકલો જ રહું છું. ક્યાંક એકલા મળી ને થોડો લાભ આપો. બહુ જ મજા આવશે. તમે કહી મુલાકાત ગોઠવવાનું દબાણ કરતો હતો.

Gujarat Others
Untitled.png1234567 આદિજાતિ DYSP સામે મહિલા PSIએ જાતિય સતામણીની દાખલ કરી ફરિયાદ
  • પોલીસ રક્ષક નહિ પણ ભક્ષક બનતાં પ્રજાનો વિશ્વાસ તૂટ્યો
  • જવાબદાર પર ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે- ડી.એસ.પી. ડૉ. લીના પાટીલ

જાતીય સતામણી : ભરૂચ પોલીસ વિભાગમાં પોલીસ અધિકારી દ્વારા મહિલા પોલીસની છેડતી કરતાં હોવાની વાત ટોક ઓફ ધી ટાઉન બની છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા.૯ જુલાઈના રોજ છેડતી કરી શારીરિક માનસિક ત્રાસ આપી, દુર્વ્યવહાર કરી જાતીય સતામણી કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે.

નોંધાયેલ ફરિયાદ અનુસાર માર્ચ ૨૦૨૧ માં હાલના વડોદરા ખાતે આદિજાતિ અને ભરૂચ બી-ડિવિઝનના તત્કાલીન પી.આઈ. બી.એમ. પરમાર ફરજ પર હજાર હતા. તે દરમિયાન બી ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતી બે મહિલા પી.એસ.આઈ. અને બે મહિલા પોલીસકર્મીઓ સાથે છેડતી કરી હતી. જેમાં રંગીલા પી.આઇ.એ ચારેય મહિલા ફરિયાદોને પોતાની ચેમ્બરમાં બોલાવી કલાકો બેસાડી રાખી વિચિત્ર નજરે છાતીના ભાગે જોતો રહ્યો હતો. પી.આઈ.પરમાર થોડું હાસ્ય કરીને કહેતો કે શુ ચાલે છે ડિયર? તમે એકલા જ રહો છો ને? હું પણ એકલો જ રહું છું. ક્યાંક એકલા મળી ને થોડો લાભ આપો. બહુ જ મજા આવશે. તમે કહી મુલાકાત ગોઠવવાનું દબાણ કરતો હતો.

જોકે જે તે સમયે ફરિયાદીઓ આ લંપટ પી.આઈ. સામે કશું જ કરી શક્યા ન હતા અને પોતે લાચાર બની બેઠા હતા. જોકે રજૂઆતોના પગલે બાદમાં પી.આઈ.ની પોલ ખુલતા અને રજૂઆતોના આધારે ગત શનિવારે હાલ વડોદરા ફરજ બજાવતા અને પોતાની જ સહ કર્મચારી મહિલાઓનું શોષણ કરતા તત્કાલિન પી.આઈ. બી.એમ.પરમાર સામે ફરિયાદ દાખલ કરી છે. જેની તપાસ અંકલેશ્વર ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઈ ને સોંપવામાં આવી છે.

ત્યારે પોતાના સરમુખત્યાર શાસન અને રંગીલા મિજાજની વાતો છડેચોક ઊડતી રહી પણ નસીબ જોગે આ પી.આઈ. પરમાર સુરા પહેલવાન બની પ્રમોશન મેળવી નાયબ પોલીસ અધિક્ષક, વિજિલન્સ આદિજાતિમાં પ્રવેશ મેળવી ચુક્યા છે. ત્યારે પોલીસ અધિકારીઓ પર લાંછન લાગવતો કિસ્સો હોય પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસકર્મીઓ જ પોતે સુરક્ષિત નથી તો આમ પ્રજાની દશા શુ થતી હશે તે વિચાર માંગી લે તેવો વિષય છે.

કોવિડ 19 વચ્ચે ગુજરાતના 60 માં સ્થાપના દિવસની પૂર્વ મધરાતે ભરૂચની વેલફેર હોસ્પિટલના કોવિડ વિભાગમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 18 દર્દી અને નર્સના મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય દર્દીઓના જીવ ભરૂચ પોલીસે લોકોની મદદથી બચાવી લીધા હતા.

આ કામગીરીમાં પણ તે વખતે બી ડિવિઝન પી.અસી. બી.એમ.પરમાર ખોટો જશ મેળવી ગયા હતા. કામગીરી સ્ટાફ અને પોલીસ સાથે પ્રજાએ જીવના જોખમે કરી અને તેઓએ વાહ વાહી મેળવી હતી. જેના આધારે જ તેમને પી.આઈ. માંથી ડી.વાય.એસ.પી. તરીકે પ્રમોશન મળ્યું હતું.

તત્કાલીન ભરૂચ બી ડિવિઝન પી.આઈ. અને હાલ વડોદરા આદિજાતિ વિકાસ વિજિલન્સ સેલમાં DYSP તરીકે ફરજ બજાવતા બી.એમ.પરમાર સામે મહિલા PSI એ છેડતીની ફરિયાદ નોંધાવી છે. જેની તપાસ અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈને સોપાઈ છે.

Heavy Rain/ મેઘો બન્યો મુશ્કેલી, કુલ 9 જીલ્લામાં 10,000થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર

વરસાદ/ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતનાં આ જીલ્લામાં ભારે વરસાદની આગાહી