Crime/ બાવળા હાઈવે પર આંગડિયા પેઢીનાં કર્મચારીનું અપહરણ કરી ચકચારી લુંટ મચાવનારા 4 આરોપીઓ ઝડપાયા, 6 આરોપીઓ ફરાર

બાવળા હાઈવે પર આંગડિયા પેઢીનાં કર્મચારીનું અપહરણ કરી ચકચારી લુંટ મચાવનારા 4 આરોપીઓ ઝડપાયા, 6 આરોપીઓ ફરાર

Ahmedabad Gujarat
ક૨ 5 બાવળા હાઈવે પર આંગડિયા પેઢીનાં કર્મચારીનું અપહરણ કરી ચકચારી લુંટ મચાવનારા 4 આરોપીઓ ઝડપાયા, 6 આરોપીઓ ફરાર

@ભાવેશ રાજપૂત, અમદાવાદ

અમદાવાદ જિલ્લાનાં બાવળા-બગોદરા હાઈવે પર ચાલુ બસમાં ઇન્કમટેક્સના અધિકારીની ઓળખ આપી 3.37 કરોડની લૂંટ ચલાવનાર 4 શખ્સોની પોલીસે ધરરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ ઉત્તર પ્રદેશથી અમદાવાદ લૂંટના ગુનાને અંજામ આપવા આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ગુનામાં 6 આરોપીઓ ફરાર છે જેમને પકડવા પોલીસની ત્રણ ટીમો કામે લાગી છે.

બાવળા-બગોદરા હાઈવે પર થયેલી લૂંટનો મામલો

ગ્રામ્ય પોલીસે 4 આરોપીઓની UP થી કરી ધરપકડ

3.37 કરોડમાંથી 47 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

અન્ય ફરાર 6 આરોપીઓને શોધવા કવાયત હાથ ધરાઈ

અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર 24મી ફેબ્રુઆરીએ ચાલુ એસટી બસમાંથી આંગડિયા પેઢીના કર્મચારીઓને ઇન્કમટેક્સના અધિકારીની ઓળખ આપનાર તમામ લોકો પોલિસની ગિરફતમાં આવ્યા છે. આરોપી ઉત્તરપ્રદેશમાંથી ગત 18 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં આવ્યા હતા અને નરોડાની એક હોટેલમાં રોકાયા હતા. આરોપીઓએ પહેલા રેકી કરી અને ત્યારબાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો. મહત્વનું છે કે આરોપીઓ પોતાની સાથે 3 હથિયાર પણ લઈને આવ્યા હતા. જોકે આ ગેંગના મુખ્ય સૂત્રધાર આરોપી યોગેશ જાટ અને પુષ્કરસિંગ છે અને કર્મવીરસિંગે હથિયારની વ્યવસ્થા કરી હતી. પકડાયેલ આરોપીઓની 10 આરોપીઓની ગેંગ છે.  જેમાંથી 6 હજી પણ પોલીસ પકડથી દુર છે. પકડાયેલા તમામ આરોપીઓ તમામ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ મૂળના હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે આરોપી પુષ્કરતો લીમડીના એક ગુનામાં ફરાર પણ હતો.

ક૨ 6 બાવળા હાઈવે પર આંગડિયા પેઢીનાં કર્મચારીનું અપહરણ કરી ચકચારી લુંટ મચાવનારા 4 આરોપીઓ ઝડપાયા, 6 આરોપીઓ ફરાર

પકડાયેલ ગેગની મોડસ ઓપરેન્ડી પણ એ પ્રકારની છે કે આ તમામ આરોપીઓ સૌ પ્રથમ રેકી કરતા અને ત્યારબાદ  ભાડેથી એક સેલ્ફ ડ્રાઇવિંગ કાર લઈ 6 લોકો નીકળત, જેમાંથી 2 લોકો બસમાં આંગડિયાના કર્મચારીઓ નજીક પેહેલેથી જ બેસી જતા અને બાકીનાં સાગરીતો ગાડીની નંબર પ્લેટ સાથે છેડછાડ કરી ઇન્કમટેક્સ અધિકારી બની જતા તાજેતરમાં જ બનેલી આ ઘટનામાં આ ગેંગે બગોદરા પાસે જઈ ભોગ બનનારને IT ના અધિકારી તરીકે ઓળખ આપી કારમાં લઈ ગયા અને ખેડા જિલ્લામાં લઈ જઈ 3.37 કરોડના દાગીના અને રોકડની લૂંટ કરી ફરાર થઈ ગયા. બાદમાં ખેડા નજીક આરોપીઓએ કારને બિનવારસી રસ્તામાં મૂકી ફરાર થઇ ગયા. એટલું જ નહી પકડાયેલ આરોપીઓએ આગાઉ પણ 4 વાર અમદાવાદમાં લૂંટની કોશિશ કરી ચુક્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Covid-19 / રાજ્યમાં ફરી માથું ઉચકતો કોરોના, આજે નોધાયાં 515 નવા કેસ

નોંધનીય છે કે હાલ પણ આ ગેગના 6 સભ્યો ફરાર છે અને 2.90 કરોડનો મુદ્દામાલ રીકવર કરવાનો બાકી છે. જેથી હાલ પણ પોલીસની અલગ અલગ ટિમ કામે લાગી છે. ત્યારે આરોપીઓ પકડાયા બાદ અન્ય શું નવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું.

Political / રામ કાર્ડ સામે હરેકૃષ્ણ હરેરામ અને નમઃ શિવાયનો નારો