Election/ વડોદરા અને અમદાવાદ બાદ હવે રાજકોટમાં ખોટકાયું EVM

કેટલીક જગ્યાએ EVM ખોટકાયા હોવાના સામે ચાર સામે આવી રહ્યા છે. વડોદરા, અમદાવાદ અને સુરત બાદ હવે રાજકોટમાં EVM ખોટકાયું હોવાનું સામે અવાયું છે.

Gujarat Rajkot
a 270 વડોદરા અને અમદાવાદ બાદ હવે રાજકોટમાં ખોટકાયું EVM

ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર સહિત છ મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. મતદાનને લઈ સવારથી જ લોકોમાં ઉત્જેસાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આવામાં કેટલીક જગ્યાએ EVM ખોટકાયા હોવાના સામે ચાર સામે આવી રહ્યા છે. વડોદરા, અમદાવાદ અને સુરત બાદ હવે રાજકોટમાં EVM ખોટકાયું હોવાનું સામે અવાયું છે.

જણાવીએ કે રાજકોટની રાજ સ્કૂલ મતદાન મથકમાં EVM ખોટકાયુ છે. જોકે, EVM ખોટકાયા બાદ તેને તાત્કાલિક અસરથી બદલવામાં આવ્યું છે.

આ પહેલા વડોદરાના છાણી વિસ્તારમાં વોર્ડ 1 માં EVM ખોટકાયું હતું. સુરતની કેન્દ્રીય વિદ્યાલય ખાતે 7 નંબર ના બુથ માં EVM ખોટકાયું હતું. અમદાવાદના મકરબા વૉર્ડ નંબર 12 ની એવન સ્કૂલ માં EVM મશીન ખોટકાતા મતદાન રોકવામાં આવ્યું હતું.