સુરત/ દિયર-ભાભીએ ટ્રેન નીચે પડતું મૂકીને ટુંકાવ્યું જીવન, પતિ બોલ્યો મારો નાનો દીકરો છે…

સુરતના ભેસ્તાન રેલવે ટ્રેક ઉપર દિયર અને ભાભીએ ગરીબ રથ ટ્રેન નીચે પડતું મુકીને જીવન ટુંકાવી દીધું હતું.

Gujarat Surat
ટ્રેન

રોજબરોજ પ્રેમ પ્રકરણમાં એવા કિસ્સાઓ બનતા હોય છે. જે સામે આવતાની સાથે જ સૌ કોઈ ચોંકી ઉઠે છે. પ્રેમ પ્રકરણમાં નાના નાના ઝઘડાઓ થવાના કારણે ઘણીવાર મામલો હત્યા અને હિંસા સુધી વધી જતો હોય છે. પરંતુ હાલ સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. જે જાણ્યા બાદ તમે પણ માથું પકડી લીધો કે શું પ્રેમ સાવ આવો આંધળો હશે…?

આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતના ભેસ્તાન રેલવે ટ્રેક ઉપર દિયર અને ભાભીએ ગરીબ રથ ટ્રેન નીચે પડતું મુકીને જીવન ટુંકાવી દીધું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસે આ મામલે જણાવ્યું હતું કે, સવારે 5 વાગ્યાના આસપાસ પોલીસને જાણકારી મળી હતી કે, એક સ્ત્રી અને પુરુષે ગરીબ રથ ટ્રેન નીચે આવી આપઘાત કરી દીધો છે. જે બાદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે સૌ પ્રથમ સ્ત્રી અને પુરુષની ઓળખ થાય તે માટેના પ્રયાસો કર્યાં હતા. પોલીસ દ્વારા યુવકની તલાશી લેવામાં આવતાં તેના ખિસ્સામાંથી એક કંપનીનું આઈકાર્ડ મળી આવ્યું હતું..

ટ્રેન નીચે આપઘાત કર્યા બાદ પતિ પંચદેવેને ખબર પડી હતી કે ભાભી અને દિયર એટલે કે તેની પત્ની અને તેનો ભાઈ બંને પ્રેમ સંબંધમાં જોડાયેલા હતા. પંચદેવને 18 મહિનાનો એક દીકરો પણ હતો. છતાં પણ તેની પત્ની તેના ભાઈ સાથે જ પ્રેમ સંબંધમાં જોડાયેલી હતી. તેઓનો આ પ્રેમ વ્યવહારુ જીવનમાં શક્ય ન હતો.

એટલા માટે તેઓએ ટ્રેન નીચે પડતું મુકીને જીવન ટૂંકાવી દીધું છે. એવી પ્રાથમિક તપાસમાં જાણવા મળી છે. દિયર અને ભાભી બંને ભેસ્તાન રેલવે ટ્રેક ઉપર ગરીબ રથ ટ્રેન પસાર થઇ રહી હતી. તે સમયે તેઓએ ટ્રેન નીચે ઝંપલાવી દીધું હતું. મહિલાએ એક પણ વાર તેના 18 મહિના ના દીકરા નો વિચાર કર્યો ન હતો.

પતિએ મીડિયા રિપોર્ટ્સની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓની પત્ની ઉત્તર પ્રદેશના આઝમગઢના બલરામપુરની રહેવાસી હતી. લગ્નના 3 મહિના બાદ તે પોતાના પિયર રહી હતી અને બાદમાં સુરત આવી ગઈ હતી. અને તે સમયે દૂરનો ભાઈ પણ સુરત આવી અમારી સાથે રહેતો હતો. અજયના લગ્નની વાતો ચાલી રહી હતી. અને હવે શું કહું, પત્નીએ 18 મહિનાના બાળકને છોડીને પ્રેમ કર્યો તો એ પણ પોતાના દિયર સાથે. મર્યા બાદ મને જાણ થઈ કે બંને પ્રેમમાં હતા. મને 18 મહિનાનો દીકરો છે, તે જીવતી રહેતી તો તેને જરૂર પૂછતો કે તે આમ કેમ કર્યું. પોલીસે જણાવ્યું કે મૃતક પુરુષ અને તેનો ભાઈ છેલ્લા 6 વર્ષથી સાથે જ રહેતા હતા.

આ પણ વાંચો : વાગડોદ નજીક ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત, પુત્ર-પુત્રી અને માતાનું કમકમાટી ભર્યું મોત

આ પણ વાંચો :જગદીશ ઠાકોરના પુત્ર કોંગ્રેસ ભવનમાં દાખલગીરી કરે છે, કહી વિજય દવેએ આપ્યું રાજીનામું

આ પણ વાંચો :મહિસાગર કોંગ્રેસમાં ભૂકંપ, પૂર્વ MLA હીરાભાઇ પટેલ ભાજપમાં જોડાયા