લાંચ/ વડોદરામાં લાંચ લેતા કોમ્યુટર ડેટા ઓપરેટર ઝડપાયો

પીએ યોગેશ પરમારે કોના કહેવાથી લાંચ લીધી તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

Top Stories Gujarat
4 12 વડોદરામાં લાંચ લેતા કોમ્યુટર ડેટા ઓપરેટર ઝડપાયો

ગુજરાતમાં લાંચના કિસ્સાઓ ખુબ વધી રહ્યા છે ,જે લાંચ લે છે તેવા અધિકારીઓને પકડવા માટે એસીબીએ એક અભિયાન હાથ ધર્યું છે,  વડોદરા કોર્પોરેશન નો કર્મચારી દોઢ લાખની લાંચ લેતા એસીબીના હાથે પકડાયો છે. જેના પર ACB ધ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ લાંચમાં ફરિયાદી પાસેથી દોઢ લાખની લાંચ સાથે કાજુ, બદામ, પરફ્યુમની માંગ પણ કરી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસર  જીતેશ ત્રિવેદીના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા તેમજ કોમ્પ્યૂટર ઓપરેટર તરીકેની નોકરી કરતાં યોગેશ પરમારને આજે વડોદરા એસીબીએ રૃા.૧.૫ લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપી પાડતા સમગ્ર ઓફિસમાં ફફડાટ વ્યાપી ગયો છે..એસીબીની ટ્રેપને પગલે કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો. દોઢ લાખની લાંચ ઉપરાંત પરફ્યૂમ, કાજુ-બદામ અને મિઠાઇઓના પેકેટો પણ એસીબી દ્વારા કબજે કરવામાં આવ્યા હતાં. પીએ યોગેશ પરમારે કોના કહેવાથી લાંચ લીધી તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.