Accident/ બનાસકાંઠા જિલ્લામાં મોતનો સિલસિલો યથાવત, ટ્રક-બાઇક વચ્ચે ટક્કર થતા ઘટનાસ્થળે મોત

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. દરરોજ અવાર-નવાર અકસ્માતમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે.

Gujarat Others
Mantavya 84 બનાસકાંઠા જિલ્લામાં મોતનો સિલસિલો યથાવત, ટ્રક-બાઇક વચ્ચે ટક્કર થતા ઘટનાસ્થળે મોત

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. દરરોજ અવાર-નવાર અકસ્માતમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. જો વાત કરવામાં આવે ભાભરની તો કુવાળા હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે.

Covid-19 / નવા કેસોનાં મામલે 17 માંથી 5 માં નંબરે પહોંચ્યો દેશ, માત્ર આ દેશ છે ભારતથી આગળ

જેમાં બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થતા વધુ સારવાર માટે તાત્કાલિક અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. મોતને ભેટનાર વ્યક્તિ અબાલા ગામનો સંજયભાઈ ઠાકોર હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ભાભર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૂર્તકની લાસ ને પી.એમ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. અકસ્માતનાં સમાચાર મળતા ઘટના સ્થળે લોકોનાં ટોળેટોળા ઉમટ્યા હતા. મોતનાં સમાચાર મળતા ઠાકોર સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાસકાંઠામાં વાહનો બેફામ વાહન હકારી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા પોલીસ લાલ આંખ કરે તો અનેક લોકો અકસ્માતનો ભોગ બનતા બચી શકે એમ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ