Mumbai/ સુશાંત ડ્રગ્સ કેસમાં NCBએ દાખલ કરી 30,000 પાનાની ચાર્જશીટ, રિયા સહિત 33 આરોપીઓનાં નામ

સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસ હજુ સંપૂર્ણ રીતે ઠંડો નથી પડ્યો. આ કેસની તપાસ સતત ચાલુ છે…

India
Mantavya 85 સુશાંત ડ્રગ્સ કેસમાં NCBએ દાખલ કરી 30,000 પાનાની ચાર્જશીટ, રિયા સહિત 33 આરોપીઓનાં નામ

સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસ હજુ સંપૂર્ણ રીતે ઠંડો નથી પડ્યો. આ કેસની તપાસ સતત ચાલુ છે અને આજે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો ડ્રગ્સ કનેક્શન કેસમાં (કેસ નંબર 16/20) કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરશે. એનસીબી ચીફ સમીર વાનખેડે અદાલતમાં જાતે ચાર્જશીટ દાખલ કરવા જશે. મહત્વનું છે કે આને એનસીબીની ભાષામાં કમ્પ્લેન્ટ કહેવાય છે અને પોલીસની ભાષામાં ચાર્જશીટ.

Mantavya 86 સુશાંત ડ્રગ્સ કેસમાં NCBએ દાખલ કરી 30,000 પાનાની ચાર્જશીટ, રિયા સહિત 33 આરોપીઓનાં નામ

Covid-19 / નવા કેસોનાં મામલે 17 માંથી 5 માં નંબરે પહોંચ્યો દેશ, માત્ર આ દેશ છે ભારતથી આગળ

અંદાજે 30 હજાર પાનાની ચાર્જશીટ

અનેક હજાર પેજ (30 હજાર પેજથી વધુ)ની ચાર્જશીટ NCB આજે કોર્ટમાં દાખલ કરવા જઇ રહી છે. 12 હજાર પેજની હાર્ડ કૉપી અને સીડીમાં પુરાવા આપવામાં આવ્યા. NCB મુંબઇ યૂનિટ બૉલીવુડ ડ્રગ્સ કનેક્શન મામલે આજે પહેલીવાર કોર્ટમાં દાખલ કરવા જઇ રહી છે. મહત્વનું છે કે સુશાંત કેસની તપાસ દરમિયાન EDએ ડ્રગ્સ સાથે સંકળાયેલી ચેટ મળી હતી ત્યાર બાદ EDએ તે ચેટ NCBને સોંપી હતી. ત્યાર બાદ આ કેસમાં NCBની એન્ટ્રી થઇ અને તપાસ ઝડપથી આગળ વધી.

Mantavya 87 સુશાંત ડ્રગ્સ કેસમાં NCBએ દાખલ કરી 30,000 પાનાની ચાર્જશીટ, રિયા સહિત 33 આરોપીઓનાં નામ

Vaccination: DY. CM નીતિન પટેલે તેમના પત્નિ સુલોચનાબેન પટેલ સાથે લીધી કોરોનાની વેક્સિન

ચાર્જશીટરમાં આરોપી તરીકે રિયાનું નામ

NCBની ચાર્જશીટમાં રિયા ચક્રવર્તી સહિત કુલ 33 લોકોના નામ આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. જેમાં રિયા, શોવિક, દિપેશ સાવંત, સેમ્યુઅલ મિરાંડા અને ક્ષિતિજ પ્રસાદના નામ છે. આ ઉપરાંત, રિયાના નજીકના અને અનેક ડ્રગ્સ પેડલર સપ્લાયરના નામ પણ ચાર્જશીટમાં આરોપી તરીકે સામેલ છે. આ બધાની NCBએ ધરપકડ કરી હતી. ડ્રગ્સની જપ્તી અને જપ્ત થયેલા ઇલેક્ટ્રિક સાધનોનો રિપોર્ટ ફોરેન્સિક સાક્ષીઓના નિવેદનોના આધારે આ ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ