Not Set/ દમણ: દાનહની કંપનીમાં આવેલ 40 ચાઈનીસ એક્સપર્ટને દેશ છોડવા આદેશ, ઉદ્યોગ જગતમાં અને ભારત ચીનમાં ખળભળાટ

દમણ, દમણ અને દાદરા નગર હવેલીમાં આવેલ પેસિફિક સાયબર ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડના પ્લાન્ટમાં મોબાઈલ ફોનના મશીનની ટેક્નિકલ ટ્રેનિંગ આપવા આવેલ 40 જેટલા ચાઈનીઝ એક્સપર્ટ એન્જીનિયરને FRRO (Foreigners Regional Registration Office)એ બિઝનેસ વિઝાના નિયમોના ઉલ્લંઘન કરવા બદલ તાત્કાલિક ધોરણે ભારત છોડવા અંગેની નોટીસ ફટકારી, સમગ્ર મામલે નાની દમણ કડેયા પોલીસને તપાસના આદેશ આપતા ઉદ્યોગ જગતમાં અને […]

Top Stories Gujarat Others
mantavya 271 દમણ: દાનહની કંપનીમાં આવેલ 40 ચાઈનીસ એક્સપર્ટને દેશ છોડવા આદેશ, ઉદ્યોગ જગતમાં અને ભારત ચીનમાં ખળભળાટ

દમણ,

દમણ અને દાદરા નગર હવેલીમાં આવેલ પેસિફિક સાયબર ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડના પ્લાન્ટમાં મોબાઈલ ફોનના મશીનની ટેક્નિકલ ટ્રેનિંગ આપવા આવેલ 40 જેટલા ચાઈનીઝ એક્સપર્ટ એન્જીનિયરને FRRO (Foreigners Regional Registration Office)એ બિઝનેસ વિઝાના નિયમોના ઉલ્લંઘન કરવા બદલ તાત્કાલિક ધોરણે ભારત છોડવા અંગેની નોટીસ ફટકારી, સમગ્ર મામલે નાની દમણ કડેયા પોલીસને તપાસના આદેશ આપતા ઉદ્યોગ જગતમાં અને ભારત ચીનમાં ખળભળાટ મચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, હાલ સમગ્ર મામલે કંપનીએ FRROની નોટીસને મુંબઈ હાઈકોર્ટમાં પડકારી છે. તો, કંપનીના વકીલ નઉશીર કોહલીએ મુંબઈ હાઈકોર્ટમાં રજૂઆત કરતા બી પી ધરમાધિકારી અને સારગ કોટવાલી ખંડપીઠને જણાવ્યું હતું કે, ક્રિસમસના વેકેશન પહેલા આ મેટરની તાત્કાલિક ધોરણે સુનાવણી કરવામાં આવે.

તેમણે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ચાઈનીસ નાગરિકોને તાત્કાલિક ધોરણે ભારત છોડવાનું કહેવામાં આવતા કેટલાક નાગરિકોએ તેમના વિઝા માન્ય હોવા છતા પણ દેશ છોડયો છે. ખંડપીઠે આ અરજીને ગ્રાહ્ય રાખીને વધુ સુનાવણી શુક્રવારે મુલત્વી રાખી છે. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, ચાઈનીસ એકસપર્ટ પેસિફીક સાઈબર ટેકનોલોજીના દમણ અને સેલવાસ સ્થિત પ્લાન્ટની મુલાકાતે બિઝનેસ વિઝા પર આવ્યા છે અને આ ચાઈનીસ નાગરિકોને સાંભળવાની તક આપ્યા વગર જ નોટીસ ફટકારવામાં આવી છે.

પ્લાન્ટમાં jio અને અલકાટેલ ના મોબાઈલ બનાવવામાં આવે છે

જોઈન્ટ વેન્ચરના ભાગરૂપે આ તમામ ચાઈનીસ એકસપર્ટને ભારત મોકલવામાં આવ્યા હતા. પ્લાન્ટ્સને મિનિસ્ટ્રી ઓફ ઈલેકટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજીના ઈનસેન્ટિવ પેકેજ સ્કિમનો લાભ મળ્યો છે. આ પ્લાન્ટ્સ મોબાઈલને ડિઝાઈન અને ડેવલોપ કરે છે. જેમાં કંપનીના પ્લાન્ટમાં jio અને અલકાટેલ ના મોબાઈલ બનાવવામાં આવે છે. તે સરકારના મેક ઈન ઈન્ડિયા અંતર્ગત કાર્યરત છે.  ભારત આવેલા 40 જેટલા ચાઈનીસ એકસપર્ટમાં મોટાભાગના પાસે ડિસેમ્બર 20 સુધી વિઝાની વેલિડીટી હતી. જયારે કેટલાક ડિસેમ્બર 27 સુધીના વિઝા ધરાવતા હતા.

મળતી વિગતો મુજબ 4 ડિસેમ્બરે પેસિફિક સાયબર ટેકનોલોજી પ્રાઈવેટ લિમિટેડ અથાલ પ્લાન્ટમાં આ તમામ ચાઇનીઝ એક્સપર્ટ મશીન પર કામ કરતા મળી આવ્યા હોવાથી B-1 વિઝાના નિયમનું ઉલ્લંઘન કર્યું હોય  એ આધારે આ નોટીસ FRRO ઓફિસર, દાદરા એન્ડ નગર હવેલીએ ઈસ્યુ કરી હતી.

કંપનીના મોટાભાગના શેરહોલ્ડર્સ હોંગકોંગમા છે અને કંપની મુંબઈમાં તેની રજીસ્ટર્ડ ઓફિસ ધરાવે છે.  કંપનીએ છેલ્લા સાત મહિનામાં 5.5 મિલિયન ફોન્સનું પ્રોડકશન કર્યું છે. એકસપર્ટ મશીન અંગેની ટ્રેનિંગ આપવા અને ડીફેકટીવ મશીનને અલગ કરવા માટે કંપનીના પ્લાન્ટની મુલાકાતે આવ્યા હતાં ત્યારે હાલ આ સમગ્ર મુદ્દે દમણ પોલીસ, કંપની મેનેજમેન્ટ અને બંને દેશની વિવિધ એજન્સીએ પણ તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી છે.