Heavy Rain/ મેઘો બન્યો મુશ્કેલી, કુલ 9 જીલ્લામાં 10,000થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર

વરસાદને કારણે રાજ્યના 9 જિલ્લામાંથી કુલ 10650 લોકોનું સ્થળાંતર કરાયું છે. છોટાઉદેપુરમાં 5278 લોકોનું સ્થળાંતર કરવાં આવ્યું છે. 

Top Stories Gujarat
સ્થળાંતર વરસાદને કારણે રાજ્યના 9 જિલ્લામાંથી કુલ 10650 લોકોનું સ્થળાંતર કરાયું છે. છોટાઉદેપુરમાં 5278 લોકોનું સ્થળાંતર કરવાં આવ્યું છે. 

રાજયમાં બારેમેગ ખાંગાં જેવી પરિસ્થિતી છે. અનેક જીલ્લામાં મન મૂકીને વરસેલો વરસાદ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. સૌરાષ્ટ્ર સહિત દ. ગુજરાતનાં અનેક જીલ્લામાં પૂરની પરિસ્થિતી ઊભી થઈ છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક લોકોએ સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજયના અનેક જીલ્લામાં લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

વરસાદને કારણે રાજ્યના 9 જિલ્લામાંથી કુલ 10650 લોકોનું સ્થળાંતર કરાયું છે. છોટાઉદેપુરમાં 5278 લોકોનું સ્થળાંતર કરવાં આવ્યું છે.

  • નવસારીમાં 2902 લોકોનું સ્થળાંતર
  • દેવભૂમિ દ્રારકામાં 120 લોકોનું સ્થળાંતર
  • નર્મદામાં 85 લોકોનું સ્થળાંતર
  • વલસાડમાં 469 લોકોનું સ્થળાંતર
  • આણંદમાં 630 લોકોનું સ્થળાંતર
  • કચ્છમાં 130 લોકોનું સ્થળાંતર
  • પોરબંદરમાં 891 લોકોનું સ્થળાંતર
  • તાપીમાં 235 લોકોનું સ્થળાંતર

રાજ્યમાં સૌથી વધુ  વરસાદથી અસરગ્રસ્ત 7 જિલ્લા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં છોટાઉદેપુર, નવસારી, દેવભૂમિ દ્રારકા, નર્મદા, ડાંગ, સુરત, વલસાડનો સમાવેશ થાય  છે.

વલસાડ જિલ્લામાં 4 દિવસથી રેડ એલર્ટ છે, ત્યારે વરસાદ ભારે પડી રહ્યો છે જેને પગલે નદીઓમાં ઘોડા પુર આવ્યા છે. શહેર નજીકથી પસાર થતી ઔરંગા નદી ભય જનક સપાટીથી વહી રહી છે. જેને પગલે નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.

આ જિલ્લામાં વરસાદ રાહતને બદલે બન્યો આફત

ડાંગમાં મેઘરાજા મન મુકીને વરસતાં અંબિકા સહિતની નાની-મોટી નદીઓ ગાંડીતૂર બની છે. ભારે વરસાદના પગલે જનજીવનને પણ અસર પહોંચી છે. ડાંગમાં કોઝ વે પાણીમાં ગરકાવ થઈ જતાં ગામડાઓ સંપર્ક વિહોણા બન્યાં છે.. ડાંગ જિલ્લાના સાપુતારા, વઘઈ, સુબીર, આહવા પંથકમાં ધોધમાર વરસાદ, સર્વત્ર પાણી પાણી દેખાઈ રહ્યું છે.

Rain In Valsad : વલસાડ ઔરંગા નદીનું જળસ્તર વધતા લોકોને કરાયા સ્થળાંતરિત

કાવેરી અને અંબિકા નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી હોવાથી નવસારી જિલ્લાના અધિકારીઓ પણ એલર્ટ પર છે. છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદ થયો છે, જેના કારણે નદીઓ વહેતી થઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

શનિવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં અનેક ડેમ છલકાઈ ગયા છે અને નદીઓ વહેતી થઈ છે. અનેક નદીઓ ખતરાના નિશાનની નજીક વહી રહી છે, જેના કારણે સંબંધિત વહીવટીતંત્રને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.

વરસાદ / આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતનાં આ જીલ્લામાં ભારે વરસાદની આગાહી