Ahmedabad News/ સાબરમતીમાં પ્રદૂષણ અંગે હાઇકોર્ટની ફટકાર પછી AMC ઘોર નિંદ્રામાંથી જાગી

અમદાવાદમાં સાબરમતીમાં પ્રદૂષણ અંગે હાઇકોર્ટની વારંવારની ફટકાર પછી છેવટે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે. ગુજરાત હાઇકોર્ટે પ્રદૂષણ રોકવા માટે વારંવાર કોર્પોરેશનની ટીકા કરતા છેવટે કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે. સાબરમતી નદીમાં પ્રદૂષણ રોકવા માટે ટીમની રચના કરવામાં આવી છે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદમાં સાબરમતીમાં પ્રદૂષણ અંગે હાઇકોર્ટની વારંવારની ફટકાર પછી છેવટે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે. ગુજરાત હાઇકોર્ટે પ્રદૂષણ રોકવા માટે વારંવાર કોર્પોરેશનની ટીકા કરતા છેવટે કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે. સાબરમતી નદીમાં પ્રદૂષણ રોકવા માટે ટીમની રચના કરવામાં આવી છે.

સાબરમતીમાં પ્રદૂષણ રોકવા માટે સર્વેલન્સની ટીમની રચના કરવામાં આવી છે. આ માટે ત્રણ શિફ્ટમાં કામગીરી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગેની સુઓમોટો જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે આજે ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓનો ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનરનો ઉધડો લઇ નાંખ્યો હતો.

કોર્પોરેશન તરફથી રજૂ કરાયેલી બ્લ્યુ પ્રિન્ટ અને અમ્યુકોના હજુ પણ બેજવાબદાર અને બિનગંભીર વલણને લઇ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ભયંકર નારાજગી વ્યકત કરી હતી અને એટલે સુધી માર્મિક ટિપ્પણી કરી હતી કે, અમને આશ્વાસન નહી, પરિણામલક્ષી પરફોર્મન્સ આપો. અમારે દર વખતે તમારા કલાસ લેવા પડે છે. હાઇકોર્ટે અમ્યુકો પાસેથી ઇન્સ્પેકશન સાથેનો રિપોર્ટ માંગ્યો હતો અને અમ્યુકો કમિશનરને પર્સનલી આ મામલામાં મોનિટરિંગ કરવા જણાવ્યું હતું.

હાઇકોર્ટે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ટાસ્ક ફોર્સના ઇન્સ્પેકશન સહિતના મુદ્દે અમ્યુકો કમિશનર પાસેથી રિપોર્ટ સાથે વિગતવાર જવાબ માંગ્યો હતો અને 8મી ઓગસ્ટ સુધીમાં સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો. સાબરમતી નદીમાં પ્રદૂષણ અને ગંદકી મામલે હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટ અરજીમાં છેલ્લી પાંચ-છ સુનાવણીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપલ કમિશનરની હાઇકોર્ટ દ્વારા ભયંકર ઝાટકણી કાઢવામાં આવે છે અને સખત ટીકા કરવામાં આવે છે, આમ છતાં એવું જણાય છે કે, અમ્યુકોના વલણમાં કોઇ ફેરફાર કે બદલાવ જણાતો નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 16 ડેમ હાઈએલર્ટ, ભારે વરસાદથી છલકાવાની શક્યતા

આ પણ વાંચો: સુરતમાં ગુજરાતી ફિલ્મ અભિનેત્રી સાથે થઇ ઠગાઇ

આ પણ વાંચો:  લોકસભા ચૂંટણી વખતે અટકેલા ફેરફારો શરૂઃ સામાન્ય વહીવટી વિભાગમાં બદલીથી ખળભળાટ