આપઘાત/ સુરતમાં બિલ્ડરે આર્થિક સંકડામણથી કંટાળીને કર્યો આપઘાત

  રિપોર્ટર મુકેશ રાજપૂત સુરતના બિલ્ડરે આર્થિક સંકડામણને કારણે કામરેજ તાલુકાનાં શેખપુર ગામે આવેલ પોતાના ફાર્મહાઉસમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી અનુસાર સુરત શહેરના સરથાણા જકાતનાકા પાસે ભરખરીયાધામ સોસાયટીમાં રહેતા અને મૂળ જુનાગઢ જિલ્લાના ભેંસાણા […]

Gujarat Surat
IMG 20210508 WA0015 સુરતમાં બિલ્ડરે આર્થિક સંકડામણથી કંટાળીને કર્યો આપઘાત

 

રિપોર્ટર મુકેશ રાજપૂત

સુરતના બિલ્ડરે આર્થિક સંકડામણને કારણે કામરેજ તાલુકાનાં શેખપુર ગામે આવેલ પોતાના ફાર્મહાઉસમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત શહેરના સરથાણા જકાતનાકા પાસે ભરખરીયાધામ સોસાયટીમાં રહેતા અને મૂળ જુનાગઢ જિલ્લાના ભેંસાણા તાલુકાનાં છોડવળી ગામના રતિલાલ નાથાભાઈ પાનસુરીયા (ઉ.વર્ષ 57) બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી બાંધકામ ઉદ્યોગમાં મંદીને કારણે તેમના પ્રોજેકટ બંધ થઈ ગયા છે. પ્રોજેકટને લઈને લોકો પાસેથી રૂપિયાની લેવડ દેવડ હતી. પરંતુ આર્થિક સંકડામણને કારણે તેઓ પૈસા ચૂકવી શક્યા ન હતા. આથી તેઓ ઘણા સમયથી માનસિક તણાવમાં રહેતા હતા.