મુલાકાત/ BSFના મહાનિર્દેશક રવિ ગાંધીએ રાજયપાલ આચાર્ય દેવવ્રત સાથે કરી મુલાકાત

ગુજરાતના બીએસએફના મહાનિર્દેશક  રવિ ગાંધીએ ચાર્જ સંભાળ્યા બાદ આજે રાજ્યાના રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઐાપચારિક મુલાકાત લીધી હતી

Top Stories Gujarat
4 10 BSFના મહાનિર્દેશક રવિ ગાંધીએ રાજયપાલ આચાર્ય દેવવ્રત સાથે કરી મુલાકાત

BSF:  ગુજરાતના બીએસએફના મહાનિર્દેશક  રવિ ગાંધીએ ચાર્જ સંભાળ્યા બાદ આજે રાજ્યાના રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઐાપચારિકા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અનેક મુદ્દાઓ પર વિસ્તૃત વાતચીત થઇ હતી.બીએસએફના મહાનિર્દેશકે રાજયપાલ  સાથે  આંતરરાષ્ટ્રીય સર હદ પરની વાત કરી હતી આ ઉપરાંત સરહદ પર સુરક્ષા ઉપકરણોને મજબૂત કરવાની કામગીરી અંગે પણ વાતચીત કરી હતી. આ સરહદ પર શું ગતિવિધિ થાય છે અને બીએસએફ કેવી રીતે મોર્ચો સંભાળે છે તે અંંગે પણ વાત કરી હતી.  રાજ્યપાલે દેશની સરહદોને સુરક્ષિત કરવામાં BSFની ભૂમિકાની પ્રશંસા કરી અને BSF ગુજરાત ફ્રન્ટિયરના ઈન્સ્પેક્ટર જનરલ અને તમામ કર્મચારીઓને તેમની શુભેચ્છાઓ પાઠવી હતી

નોંધનીય છે કે આજે  ગુજરાતના બીએસએફના મહાનિર્દેશક  રવિ ગાંધીએ ચાર્જ સંભાળ્યા બાદ પહેલીવાર રાજ્યપાલને મળ્યા હતા .સારી એવી વાતચીત બંનેવચ્ચે થઇ હતી. આ ઉપરાંત તમામ માહિતીથી મહાનિર્દેશક રવિ ગાંધીએ રાજયપાલને વાકેફ કર્યા હતા. આ ઐાપચારિક બેઠક સફળ નીવડી હતી. અનેક મુદ્દા પર વિસ્સૃત ચર્ચા થઇ હતી અને રાજયપાલે બીએસએફના જવાનોની પ્રશંસા પણ કરી હતી.

Gujarat Election/જાણો ગુજરાતની દરેક બેઠકનું ગણિત, ભાજપના ઉમેદવારોની સંપૂર્ણ યાદી