Not Set/ વીડિયો/ ફેન પાસેથી મોબાઈલ ખેંચવો સલમાનને ભારે પડ્યું

બોલિવૂડ એક્ટર સલમાન ખાન હાલમાં જ તેના એક વીડિયોને લઈને ચર્ચામાં આવ્યો છે. જણાવી દઇએ કે, એક ચાહક ગોવા એરપોર્ટ પર સલમાન ખાનની સાથે સેલ્ફી લેવા તેમની આગળ ચાલી રહ્યો હતો, પરંતુ તે પછી ભાઈજાનને એટલો ગુસ્સો આવ્યો કે તેણે એ ચાહકનો મોબાઇલ છીનવી લીધો અને ત્યાંથી આગળ વધી ગયો. સલમાન ખાનની વર્તણૂક જોઈને બધા […]

Uncategorized
Salman Khan વીડિયો/ ફેન પાસેથી મોબાઈલ ખેંચવો સલમાનને ભારે પડ્યું

બોલિવૂડ એક્ટર સલમાન ખાન હાલમાં જ તેના એક વીડિયોને લઈને ચર્ચામાં આવ્યો છે. જણાવી દઇએ કે, એક ચાહક ગોવા એરપોર્ટ પર સલમાન ખાનની સાથે સેલ્ફી લેવા તેમની આગળ ચાલી રહ્યો હતો, પરંતુ તે પછી ભાઈજાનને એટલો ગુસ્સો આવ્યો કે તેણે એ ચાહકનો મોબાઇલ છીનવી લીધો અને ત્યાંથી આગળ વધી ગયો. સલમાન ખાનની વર્તણૂક જોઈને બધા ચોંકી ગયા હતા.

હવે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (એનએસયુઆઈ) એ ગોવાનાં સીએમ પ્રમોદ સાવંત પાસે સલમાન ખાનની એન્ટ્રી બેન કરવાની ત્યા સુધી માંગ કરી છે જ્યા સુધી સલમાન ખાન જાહેરમાં માફી ન માંગે. વળી, ગોવાનાં જનરલ સેક્રેટરી અને પૂર્વ સાંસદ નરેન્દ્ર સવાઈકરે પણ સલમાન ખાનનાં આ વર્તનને અત્યંત ખરાબ ગણાવ્યું હતું અને સલમાન ખાન પાસે માફીની માંગ કરી હતી. એનએસયુઆઈ ગોવાનાં અધ્યક્ષ અહરાજ મુલ્લાએ સલમાન ખાન પાસેથી માફીની માંગ કરતા મુખ્યમંત્રીને પત્ર લખ્યો, “હું તમારી ઓથોરિટીને નિવેદન કરું છું કે આ મામલાને ગંભીરતાથી જોવો અને અભિનેતાને માફીની માંગ કરે કારણ કે આ જાહેરમાં ફેનનું અપમાન છે, આવા ખરાબ રેકોર્ડવાળા હિંસક કલાકારોને ગોવામાં આવવા દેવા જોઈએ નહીં.”

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે, સલમાન ખાનનાં આ વર્તનની ગોવા ભાજપનાં મહામંત્રી નરેન્દ્ર સવાઇકરે એક ટ્વિટમાં નિંદા કરી હતી. તેમણે તેના ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું છે કે, “એક સેલિબ્રિટી તરીકે ચાહકો અને લોકો જાહેર સ્થળોએ તમારી સાથે સેલ્ફી લેશે, પરંતુ તમારું વર્તન તદ્દન નિંદાત્મક છે. તમારે બિનશરતી માફી માંગવી પડશે.” આ સમગ્ર મામલે હવે જોવાનુ રહેશે કે શું સલમાન ખાન તેના ફેનની માફી માંગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.