Not Set/ બદલાઈ ગયા નિયમો : આટલું ઘટી શકે છે આપનું ઇએમઆઇ

સોમવારથી શરુ થયેલી RBI બેઠકે ફેંસલો સંભળાવ્યો છે. બેઠક દરમિયાન વ્યાજદરોમાં કોઈ પણ બદલાવ ન કરવાનો ફેંસલો કરવામાં આવ્યો છે. રેપો રેટ 6.5 ટકા જ રાખવામાં આવ્યો છે. વળી, રિવર્સ રેપો રેટ 6.25 ટકા રાખવામાં આવ્યો છે. આરબીઆઇએ હોમ, ઓટો અને પર્સનલ લોનને લઈને પણ મોટો ફેંસલો સંભળાવ્યો છે. હવેથી આરબીઆઇના દરોમાં ઘટાડો થતા જ […]

Top Stories India
rbi 7592 બદલાઈ ગયા નિયમો : આટલું ઘટી શકે છે આપનું ઇએમઆઇ

સોમવારથી શરુ થયેલી RBI બેઠકે ફેંસલો સંભળાવ્યો છે. બેઠક દરમિયાન વ્યાજદરોમાં કોઈ પણ બદલાવ ન કરવાનો ફેંસલો કરવામાં આવ્યો છે. રેપો રેટ 6.5 ટકા જ રાખવામાં આવ્યો છે. વળી, રિવર્સ રેપો રેટ 6.25 ટકા રાખવામાં આવ્યો છે.

આરબીઆઇએ હોમ, ઓટો અને પર્સનલ લોનને લઈને પણ મોટો ફેંસલો સંભળાવ્યો છે. હવેથી આરબીઆઇના દરોમાં ઘટાડો થતા જ બેન્કોને આપનું ઇએમઆઇ ઘટાડવું પડશે.

એક નજર આરબીઆઇની પોલિસી પર :-

  • રિઝર્વ બેંકે SLRમાં 0.25 ટકાનો કાપ મુક્યો છે. હાલ, 19.5 ટકા SLR છે.
  • કેશ રિઝર્વ રેશિયોમાં કોઈ ફેરફાર કરાયો નથી.
  • વ્યાજદરોમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.
  • એમએસએફ બેંક રેટ 6.75 ટકા રખાયો છે.

વર્ષ 2018-19 માટે 7.4 ટકા જીડીપી ગ્રોથ રેટનું અનુમાન રાખવામાં આવ્યું છે. વળી, વર્ષ 2019-20ના પહેલા ત્રિમાસિક ગાળા માટે જીડીપી ગ્રોથ રેટ  7.5 ટકા રહેવાનું અનુમાન છે.

રિઝર્વ બેન્કનું કહેવું છે કે, ચાલુ નાણાકીય વર્ષના બીજા છ માસિક ગાળા દરમિયાન મોંઘવારી દર 2.7-3.2 ટકા રહેવાનું અનુમાન છે, જે પહેલા 3.9-4.5 ટકાનું હતું.