Rajkot/ રાજકોટ અગ્નિકાંડમાં ઈજાગ્રસ્ત થયેલા વધુ એક દર્દીનુ મોત, મૃત્યુ આંક પહોંચ્યો 6 પર

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 5 લોકોનાં મોત નીપજ્યાં છે, જેમાં કેટલાક દર્દીઓ તો પોતાના બેડમાંથી ઊભા પણ થઈ શક્યા ન હતા અને બેડ સાથે જ ભડથું થઈ ગયા હતા.

Top Stories Rajkot Gujarat
a 80 રાજકોટ અગ્નિકાંડમાં ઈજાગ્રસ્ત થયેલા વધુ એક દર્દીનુ મોત, મૃત્યુ આંક પહોંચ્યો 6 પર

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 5 લોકોનાં મોત નીપજ્યાં છે, જેમાં કેટલાક દર્દીઓ તો પોતાના બેડમાંથી ઊભા પણ થઈ શક્યા ન હતા અને બેડ સાથે જ ભડથું થઈ ગયા હતા. ત્યારે આવા આજે વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. રાજકોટ ઉદય શિવાનંદ હોસ્પિટલ આગ કાંડમાં સારવાર હેઠળના વધુ એક દર્દીનું મોત થયું છે. આગ કાંડમાં મૃત્યુઆંક 6 પર પહોંચી ગયો છે.

આ પણ વાચો: દારૂની હેરાફેરીના ગુનામાં શામેલ 2 પોલીસકર્મીની કરાઈ ધરપકડ

મળતી માહિતી અનુસાર રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનામાં સારવાર લઇ રહેલા વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. જેને લઇને મૃત્યુ આંક કુલ 6 પર પહોંચ્યો છે. આગની ઘટનામાં 5 લોકો બાદ હવે કચ્છના ગાંધીધામ સેક્ટર 7માં રહેતા થાવરભાઇ મહેશ્વરીનું મોત નીપજ્યું છે.

આ પણ વાચો:સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI એ કર્યો આપઘાત 

અગાઉ હોસ્પિટલરહેલી બેદરકારી અંગે માહિતી આપતા ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.27ના રાત્રીના આશરે સાડા બારેક વાગ્યાની આસપાસ માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલના પ્રથમ માળે આઈ.સી.યુ. વોર્ડમાં કોઈ કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલો દોડી ગયો હતો. તાત્કાલીક બનાવવાની જગ્યાએ પહોંચી ફાયર બ્રિગેડની ટીમ સાથે મદદમાં રહી રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી.

આ પણ વાચો: પાવાગઢ નજીકની ખુંદપીર દરગાહ પાસે વાહનની ટક્કરે દીપડો થયો ઘાયલ

હૉસ્પિટલ આગ લાગી ત્યારે કુલ -33 કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર લઈ રહેલ હતા, જેમાંથી સાત દર્દીઓ આઈ.સી.યુ. વોર્ડમાં સારવારમાં દાખલ હતા. અન્ય દર્દીઓ આઈ.સી.યુ. રૂમની સામેના રૂમમાં તથા અન્ય વોર્ડમાં સારવાર લઈ રહ્યા હતા. આઈ.સી.યુ. વોર્ડમાં આગ લાગતા આ સાત દર્દીઓ પૈકી ત્રણ દર્દીઓના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…