Junagadh/ ન માસ્ક, ન સોશિયલ ડિસ્ટન્સ, રાજ્યના આ દલિત નેતાએ તમામ નિયમો મુક્યા નેવે

રાજ્યમાં કોરોનાની બીજી વેવ શરૂ થઈ ગઈ છે, એવામાં એક તરફ કોરોના કેસ વધી રહ્યા છે, તો બીજી તરફ કોરોનાની માર્ગદર્શિકાનું જાહેરમાં ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ સંકટની ઘડીમાં પોલીસ પ્રશાસન દ્વારા માસ્ક ન પહેરવા બદલ સામાન્ય લોકો પાસેથી એક હજાર રૂપિયા દંડ લેવામાં આવે છે.

Gujarat Others
a 183 ન માસ્ક, ન સોશિયલ ડિસ્ટન્સ, રાજ્યના આ દલિત નેતાએ તમામ નિયમો મુક્યા નેવે

રાજ્યમાં કોરોનાની બીજી વેવ શરૂ થઈ ગઈ છે, એવામાં એક તરફ કોરોના કેસ વધી રહ્યા છે, તો બીજી તરફ કોરોનાની માર્ગદર્શિકાનું જાહેરમાં ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ સંકટની ઘડીમાં પોલીસ પ્રશાસન દ્વારા માસ્ક ન પહેરવા બદલ સામાન્ય લોકો પાસેથી એક હજાર રૂપિયા દંડ લેવામાં આવે છે. પરંતુ આ નેતાઓને બેઠકોમાં કોરોના માર્ગદર્શિકાના ભંગ બદલ કોઈ દંડનો સામનો કરવો પડતો નથી. આ પ્રકારની સરકારની બેવડી માનસિકતાને કારણે લોકોમાં આક્રોશ ફેલાયો છે.

જણાવીએ કે, જૂનાગઢના કેશોદમાં કોરોનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા સભાનું આયોજન કરવામાં અવાયું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસની હાજરીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા.

jignesh mevani in keshod 2 ન માસ્ક, ન સોશિયલ ડિસ્ટન્સ, રાજ્યના આ દલિત નેતાએ તમામ નિયમો મુક્યા નેવે

જૂનાગઢ તાલુકાના શહેરોમાં જીગ્નેશ મેવાણીએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સંગઠનને મજબૂત કરવા કાર્યકરો સાથે બેઠક યોજી હતી. ઈન્દિરા નગર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. મીટિંગમાં કોઈ સામાજિક અંતર નહોતું, એટલું જ નહીં ઘણા લોકો એવા પણ હતા જેમણે માસ્ક પણ નથી પહેર્યા. જાણે કે આ વિસ્તારમાં કોરોનાનો કોઈ ભય નથી.