વડોદરામાં તહેવારનો લાભ લઈ નબીરાઓએ દારૂની મહેફિલનું આયોજન કર્યું. નબીરાઓની દારૂની મહેફિલની બાતમી મળતા પોલીસે રેડ પાડતા અગ્રણી રાજકારણીનો સંબંધી પકડાયો. દારૂની મહેફિલ માણતા નબીરાઓની પોલીસે અટકાયત કરતા રાજકારણીઓના પોલીસ સ્ટેશને આંટાફેરા ચાલુ થયા છે.
સંસ્કારી નગરી કહેવાતી વડોદરામાં દારૂની મહેફિલ માણતા 20 નબીરાઓ ધાર્મિક તહેવાર સમયે જ ભાન ભૂલ્યા. આકોટાના અતિથિ ગૃહ પાસેના ગામઠી બંગલોમાં આ દારૂની મહેફિલ ચાલી રહી હતી. બર્થ ડેની ઉજવણી કરવા દારૂની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર પાર્ટીનું આયોજન વૈભવ નામના યુવક દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં યુવતીઓ પણ સામેલ થઈ હતી.
અકટો અતિથિ ગૃહ પાસે ગામઠી બંગલોમાં દારૂની મહેફિલ ઝડપાઈ. આ મહેફિલમાં ‘અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ ગીત પર યુવાનો દારૂ ઢિંચી ડાન્સ કરી રહ્યા હતા.’ બંગલામાં બર્થ ડે સેલિબ્રેશન કરવા ફુલ વોલ્યુમ રાખી ખાનદાની નબીરા અને હાજર યુવતીઓ દારૂના નશામાં ચૂર થઈ ડાન્સ કરી રહ્યા હતા. પોલીસે ગામઠી બંગલો પર રેડ પાડતા 20થી વધુ નબીરાઓની અટકાયત કરવામાં આવી. આ રેડમાં ચોંકાવનારી બાબત ત્યારે સામે આવી જ્યારે ધ્યાનમાં આવ્યું કે અટકાયત કરેલ યુવાનોમાં એક ભાજપના અગ્રણીના સંબંધીનો પુત્ર પણ સામેલ છે. જેના બાદ તે યુવાનને છોડાવવા રાજકીય કદાવર નેતાઓના ગોત્રી પોલીસ સ્ટેશનના ચક્કર શરૂ થયા.
આ પણ વાંચો : ધાર્મિક વિધિ વખતે આકસ્મિક રીતે યુવકને વાગી તલવાર અને પછી…
આ પણ વાંચો : સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવાં 155 ભોજન કેન્દ્રનો કરાવ્યો શુભારંભ
આ પણ વાંચો : અમારી જ્ઞાતિના કોઈ ચોર નથી…. યુવક અંતિમ વીડિયો બનાવી નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ