અમદાવાદ/ અમારી જ્ઞાતિના કોઈ ચોર નથી…. યુવક અંતિમ વીડિયો બનાવી નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ

અમદાવાદના કાલીગામના એક યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ યુવક પર ચોરીના આરોપ લગાવામાં આવ્યો હતો જે બાદ તેણે આપઘાત કર્યો હતો.

Ahmedabad Gujarat
YouTube Thumbnail 2023 11 10T134101.228 અમારી જ્ઞાતિના કોઈ ચોર નથી.... યુવક અંતિમ વીડિયો બનાવી નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ
  • મહેસાણા:કડી નર્મદા કેનાલમાં યુવકનો આપઘાત
  • અમદાવાદના કાળીગામના યુવકે કેનાલમાં કર્યો આપઘાત
  • અમારી જ્ઞાતિના કોઈ ચોર નથી કે અમને બધા ફસાવે છે
  • યુવક અંતિમ વીડિયો બનાવી નર્મદા કેનાલમાં કૂદી ગયો

Ahmedabad News: અમદાવાદના કાલીગામના એક યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ યુવક પર ચોરીના આરોપ લગાવામાં આવ્યો હતો જે બાદ તેણે આપઘાત કર્યો હતો. અમદાવાદના એક યુવકે કડી નજીક કેનાલમાં પડતું મૂકી મોતને વ્હાલું કર્યું છે. કેખલી ગામના અમૃત દંતાણી નામના યુવકે આપઘાત કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો. અને કહ્યું કે અમારી જ્ઞાતિના ચોર નથી, અમને ફસાવે છે.

જણાવીએ કે, અમદાવાદના કાળી ગામના યુવકે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં દિવાળીના તહેવારમાં જ શોક પ્રસરી ગયો. સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢી પીએમ અર્થે કરીને લઈ જવામાં આવી હતી. પોલીસે યુવકનો અંતિમ વીડિયો કબજે લઈ આગળની તજવીજ હાથ ધરી હતી.

 યુવકે આપઘાત કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો જેમાં તેણે કહ્યું રેલવેના કેબલની ચોરી અંગે અમે કંઇ જાણતા નથી. કાકા અમને ન્યાય અપાવજો. 25 ઓગસ્ટે યુવકની પોલીસે ધરપકડ કરી હતી. ચોરીની આશંકાએ પોલીસ ઘરમાંથી ઉઠાવી ગઇ હતી. તેમાં જેલમાંથી છૂટ્યા બાદ યુવક ગુમસુમ રહેતો હતો. તથા પેટ્રોલ પુરાવવા જવાનું કહીને કેનાલમાં કુદી આપઘાત કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 અમારી જ્ઞાતિના કોઈ ચોર નથી.... યુવક અંતિમ વીડિયો બનાવી નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ


આ પણ વાંચો:ખાધી નહીં વિચાર્યું પણ નહીં હોય આવી મીઠાઈ વિશે, કિલોનો ભાવ જાણીને છૂટી જશે પરસેવો

આ પણ વાંચો:દેશની ધરતી પર શરૂ થવા જઈ રહી છે પ્રથમ વિદેશી યુનિવર્સિટી, જાણો ક્યાં ક્યાં છે કોર્સ

આ પણ વાંચો:અમીરગઢ બોર્ડર પરથી પોલીસે વિદેશી મહિલા પાસેથી 4.50 કરોડનું ડ્રગ્સ કર્યું કબજે

આ પણ વાંચો:દિવાળીમાં વધારે ઉત્સાહ બની શકે છે જોખમી