Not Set/ લો બોલો! ભારતીય ટ્રેનની સુવિધાઓ પર સવાલ, AC કોચમાં ઝરણા રૂપે વહેતુ દેખાયુ પાણી

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ ચાલી રહ્યો છે, જેના કારણે સમાન્ય જનજીવન ઘણુ પ્રભાવિત થયુ છે. ભારે વરસાદનાં કારણે અલગ-અલગ જગ્યાએ પાણી ભરાઇ ગયા હોવાનું સામે આવી રહ્યુ છે. જણાવી દઇએ કે, ભારે વરસાદનાં કારણે રાજ્યનાં ત્રણ અલગ-અળગ વિસ્તારોમાં દિવાલ ધસી જવાનો મામલો સામે આવ્યો છે. વળી બીજી તરફ સોશિયલ મીડિયામાં એક ટ્રેનનાં AC […]

Top Stories India
accoach 29 5 લો બોલો! ભારતીય ટ્રેનની સુવિધાઓ પર સવાલ, AC કોચમાં ઝરણા રૂપે વહેતુ દેખાયુ પાણી

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ ચાલી રહ્યો છે, જેના કારણે સમાન્ય જનજીવન ઘણુ પ્રભાવિત થયુ છે. ભારે વરસાદનાં કારણે અલગ-અલગ જગ્યાએ પાણી ભરાઇ ગયા હોવાનું સામે આવી રહ્યુ છે. જણાવી દઇએ કે, ભારે વરસાદનાં કારણે રાજ્યનાં ત્રણ અલગ-અળગ વિસ્તારોમાં દિવાલ ધસી જવાનો મામલો સામે આવ્યો છે. વળી બીજી તરફ સોશિયલ મીડિયામાં એક ટ્રેનનાં AC કોચમાં ઝરણા રૂપે પાણીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

બેંગલુરુથી પટના જતી સંઘમિત્રા એક્સપ્રેસનાં એક યાત્રીએ સોશિયલ મીડિયામાં આ વીડિયો શેર કર્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ વીડિયો Ac કોચનો છે. યાત્રીએ આ વીડિયો 29 જૂનનાં રોજ શેર કર્યો હતો. વળી હવે આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં યાત્રીની સીટ પર પાણી ઝરણાની જેમ વહેતુ સ્પષ્ટપણે દેખાઇ રહ્યુ છે. યાત્રીઓનાં સામાન પર પાણી ઝડપથી પડી રહ્યુ છે, જાણે ત્યા કોઇ ઝરણું હોય. વળી આ વીડિયો બાદ ભારતીય રેલ્વેની સુવિધાઓ પર હવે સવાલ ઉભો થઇ રહ્યો છે.

https://twitter.com/RaiSuyagya/status/1144943789389373445

સોશિયલ મીડિયા પર લોકો વીડિયોને ધ્યાને રાખતા ભારતીય રેલ્વેની ટાંગ ખેંચી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકોએ રેલ્વેને ટ્રોલ કરવાનું પણ શરૂ કરી દીધુ છે. ઘણા લોકો આ ટ્રેનને મોનસૂન સ્પેશ્યલ ટ્રેન તોઘણા લોકો તેને રેલ્વેનો ઈંન્ડોર વોટરફોલ કહી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.