Not Set/ યોગી સરકારનાં નિર્ણય પર મોદી સરકારનો વિરોધ, કહ્યુ પાછો લેવો પડશે નિર્ણય

નરેન્દ્ર મોદી સરકારે ઉત્તર પ્રદેશની યોગી સરકારનાં એક નિર્ણયનો વિરોધ કર્યો છે. મોદી સરકારે યોગી સરકારનાં તે નિર્ણયને ગેર કાયદેસર બતાવ્યો છે, જે મુજબ યુપીમાં 17 પછાત જાતિઓનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહલોતે યુપી સરકારને આ નિર્ણયને પાછો લેવાની માંગણી કરી છે. તેમણે કહ્યુ કે, આ કાયદારૂપે યોગ્ય નથી. […]

Top Stories India
yogi8784351 યોગી સરકારનાં નિર્ણય પર મોદી સરકારનો વિરોધ, કહ્યુ પાછો લેવો પડશે નિર્ણય

નરેન્દ્ર મોદી સરકારે ઉત્તર પ્રદેશની યોગી સરકારનાં એક નિર્ણયનો વિરોધ કર્યો છે. મોદી સરકારે યોગી સરકારનાં તે નિર્ણયને ગેર કાયદેસર બતાવ્યો છે, જે મુજબ યુપીમાં 17 પછાત જાતિઓનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહલોતે યુપી સરકારને આ નિર્ણયને પાછો લેવાની માંગણી કરી છે.

તેમણે કહ્યુ કે, આ કાયદારૂપે યોગ્ય નથી. થાવરચંદ ગહલોતે કહ્યુ કે, આ પૂરી રીતે ગેર બંધારણીય છે કારણ કે જાતિઓમાં ફેરબદલી સંસદનો વિશેષાધિકાર છે. આ કોઈપણ વૈધાનિક ન્યાયક્ષેત્રમાં માન્ય નથી. તેમણે કહ્યુ કે, અમે યોગી સરકારનાં આ નિર્ણયને પાછો ખેંચવાનો અનુરોધ કર્યો છે. આપને જણાવી દઇએ કે, બીએસપીનાં સાંસદ ચંદ્ર મિશ્રાએ મંગળવારે રાજ્યસભાનાં પ્રશ્નકાળમાં યુપીની 17 જાતિઓને બંધારણીય પ્રક્રિયા હેઠળ અનુસૂચિત જાતિની યાદીમાં રાખવાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યુ હતુ કે, ઉત્તર પ્રદેશની સરકારે 3 દિવસ પહેલા 17 ઓબીસી જાતિઓને અનુસૂચિત જાતિમાં સમાવેશ કરાવ્યો છે જે ગેર બંધારણીય છે.

તેમણે આગળ કહ્યુ કે, આ 17 જાતિઓની સાથે છેતરપિંડી છે કારણ કે આ જાતિઓ ઓબીસીથી હટી ગઇ છે અને અનુસૂચિત જાતિમાં તે બંધારણમાં બદલાવ વિના આવી ન શકે. સતીશ ચંદ્ર મિશ્રાએ માંગ કરી હતી કે યુપી સરકારને કેન્દ્ર આદેશ પાછો ખેંચવા એડવાયરી જાહેર કરે. આજે સંસદમાં મિશ્રા દ્વારા પુછવામા આવેલા સવાલનાં જવાબ આપતા કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહલોતે કહ્યુ કે, કોઇ જાતિને કોઇ અન્ય જાતિમાં સમાવવાનું કામ સંસદનું છે. જો યુપી સરકાર આ જાતિઓને ઓબીસીથી અનુ,ટિત જાતિમાં લાવવા માંગે છે તો તેની એક પ્રક્રિયા છે.

તેમણે વધુમાં કહ્યુ કે, રાજ્ય સરકાર જો કેન્દ્ર પાસે આ પ્રકારનો કોઇ પ્રસ્તાવ મોકલી આપે છે તો અમે તેના પર વિચાર જરૂર કરીશું. પરંતુ યુપી સરકારનું અત્યારે જાહેર કરવામાં આવેલ આદેશ બંધારણીય નથી. આ મામલે તેમણે કહ્યુ કે, જો કોઇ આ મુદ્દે કોર્ટમાં જાય છે તો આ નિર્ણય એક મિનિટમાં રદ્દ થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.