વિવાદ/ ચેટલીક મામલે અર્નબની મુશ્કેલી વધવાનાં અણસાર, મહારાષ્ટ્રનાં HMએ બોલાવી ખાસ બેઠક

વોટ્સએપ ચેટલાઇક કેસમાં અર્નબ ગોસ્વામીની મુશ્કેલીઓ વધી રહી છે. આ મામલે નિવેદન આપતાં મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહ્યું કે દેશની સુરક્ષાની દ્રષ્ટિએ અર્ણબ ગોસ્વામીની ચેટલીક મેટર ખૂબ ગંભીર છે

Top Stories India
arnab goswami ચેટલીક મામલે અર્નબની મુશ્કેલી વધવાનાં અણસાર, મહારાષ્ટ્રનાં HMએ બોલાવી ખાસ બેઠક

વોટ્સએપ ચેટલીક કેસમાં અર્નબ ગોસ્વામીની મુશ્કેલીઓ વધી રહી છે. આ મામલે નિવેદન આપતાં મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહ્યું કે દેશની સુરક્ષાની દ્રષ્ટિએ અર્ણબ ગોસ્વામીની ચેટલીક મેટર ખૂબ ગંભીર છે અને મંગળવારે તેના પર એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. તેમણે કહ્યું કે અમે અર્ણવ ગોસ્વામી અને પાર્થો દાસગુપ્તા વચ્ચે થયેલી ચેટ અંગેની માહિતી એકઠી કરવામાં આવી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે, બાલાકોટ હવાઈ હુમલો અને પુલવામા હુમલા સહિતના મામલે ચેટમાં કેટલીક ખૂબ જ સંવેદનશીલ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે, અમે તપાસ કરી રહ્યા છીએ કે કેવી રીતે અર્નબ ગોસ્વામીને આવી સંવેદનશીલ માહિતી મળી. અમારી આગામી કાર્યવાહીનો નિર્ણય કરવા માટે અમે આવતીકાલે એક બેઠક બોલાવી છે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પણ ચેટલીક મામલે છોડ્યા તીર 
અર્નબની ચેટ ક્રમશ ટ્વીટ થઈ છે. ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને 2019 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના એક પ્રવચનોનો ઉલ્લેખ કરીને ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું કે મોદી સરકારે બાલાકોટનો ઉપયોગ તેના ઘરેલુ ચૂંટણી લાભ માટે કર્યો હતો.

ઇમરાન ખાને વધુમાં જણાવ્યું હતું કે, આવા ચેટ રિવેલેશન્સથી મોદી સરકાર અને ભારતીય મીડિયા વચ્ચેનું જોડાણ બહાર આવે છે, જેના કારણે ચૂંટણી જીતવા માટે લશ્કરી સંઘર્ષની આગમાં આખો વિસ્તાર બળી ગયો હતો.

અર્નબે પણ સ્પષ્ટતા કરી,
અર્નબ ગોસ્વામીએ પણ આ બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, કેટલાક મીડિયા ચેનલો પ્રજાસત્તાકના વિરોધમાં આઈએસઆઈ અને ઇમરાન ખાનની શક્તિ બન્યા છે. પાકિસ્તાન પ્રજાસત્તાક સામે કાવતરું ઘડવા પ્રયાસ કરી રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…