Not Set/ ભવિષ્યમાં હજુ પણ વધુ ખતરનાક રોગચાળા આવી શકે છે, વિશ્વમાં 8 લાખથી વધુ અજાણ્યા વાયરસ અસ્તિત્વ ધરાવે છે

ભવિષ્યમાં વિશ્વમાં કોરોનાથી પણ વધુ ખતરનાક રોગચાળાઓ આવી શકે છે. આમાંના કેટલાક કોરોના વાયરસ કરતા અનેક ગણા જીવલેણ હશે, અને તેને નિયંત્રિત કરવા પણ ખુબ મુશ્કેલ હોઈ શકે છે.

India
sharad punam 6 ભવિષ્યમાં હજુ પણ વધુ ખતરનાક રોગચાળા આવી શકે છે, વિશ્વમાં 8 લાખથી વધુ અજાણ્યા વાયરસ અસ્તિત્વ ધરાવે છે

વિશ્વ અને ભારતના લોકો લાંબા સમયથી ગંભીર કોરોના વાયરસ સામે લડી રહ્યા છે. આ વર્ષે, કોરોના રોગચાળાને લીધે, પહેલાથી ઘણા સમાચાર વાંચી અને જોઇને લોકો દુખી છે. તેમાં પાછુ અગ્રણી નિષ્ણાતોના રિપોર્ટ તેમાં વધારો કરી રહ્યા છે. આ અહેવાલો જણાવે છે કે ભવિષ્યમાં વિશ્વમાં કોરોનાથી પણ વધુ ખતરનાક રોગચાળાઓ આવી શકે છે. આમાંના કેટલાક કોરોના વાયરસ કરતા અનેક ગણા જીવલેણ હશે, અને તેને નિયંત્રિત કરવા પણ ખુબ મુશ્કેલ હોઈ શકે છે.

Let's be prepared for the unknown virus - The Hindu BusinessLine

જૈવવિવિધતા અને રોગચાળા વિશેના આ વૈશ્વિક અહેવાલો વિશ્વભરના 22 અગ્રણી નિષ્ણાતો દ્વારા લખવામાં આવ્યા હતા અને ગુરુવારે જાહેર કરવામાં આવ્યા હતા. તે આંતર-સરકારી વિજ્ઞાન-નીતિ પ્લેટફોર્મ ઓન બાયોડાયવર્સિટી એન્ડ ઇકોસિસ્ટમ સર્વિસિસ (આઇપીબીઇએસ) દ્વારા બોલાવવામાં આવેલી વર્કશોપનું પરિણામ છે જે પ્રકૃતિના અધોગતિ અને વધતા જતા રોગચાળાના જોખમો વચ્ચેના સંબંધ પર કેન્દ્રિત છે.

Yaravirus: Something New, Weird and Unknown | BioSpace

રિપોર્ટની ચેતવણી મુજબ, જે લોકો એમ સમજે છે કે, કોરોના એકમાત્ર જીવલેણ વાયરસ છે તો તેઓ એ ચેતી જવું જોઈએ કે પ્રકૃતિમાં 540,000 – 850,000 અજાણ્યા વાયરસ છે.  જે લોકોને ચેપ લગાવી શકે છે. રસપ્રદ વાત એ છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા ફ્રેન્ચ ગિઆનામાં માઇરો વાયરસ રોગ ફાટી નીકળ્યાના ત્રણ દિવસ પછી આ રિપોર્ટ આવ્યો છે. ડેન્ગ્યુ જેવા જ લક્ષણો સાથે મચ્છરો દ્વારા આ વાયરસ ફેલાય છે.

Unknown Virus Discovered in Human Body - Microbiome Times Magazine

ઇબોલા, ઝિકા, નિપાહ એન્સેફાલીટીસ અને ઈન્ફલ્યુએન્ઝા, એચ.આય.વી / એડ્સ, કોવિડ -19 જેવા લગભગ તમામ જાણીતા રોગચાળાઓમાંના મોટાભાગના (70%) પશુરોગના મૂળના જંતુઓ છે. આઈપીબીઇએસના અહેવાલમાં જણાવાયું છે કે આ જીવજંતુઓ વન્યપ્રાણી, પ્રાણીઓ અને લોકો વચ્ચેના સંપર્કને કારણે ફેલાય છે.

How Is An Unknown Virus Or A New Disease Named? » Science ABC

અહેવાલમાં જણાવાયું છે કે “કોવિડ -19 એ 1918 ની મહાન ઈન્ફલ્યુએન્ઝા રોગચચાળા બાદ ઓછામાં ઓછું છઠ્ઠી વૈશ્વિક મહામારી છે.  જોકે ઈન્ફલ્યુએન્ઝાની ઉત્પત્તિ સૂક્ષ્મજીવાણુઓમાંથી થઈ હતી. અને તમામ રોગચાળા તે સંપૂર્ણ રીતે માનવ અને પશુ વચ્ચેની ગતિવિધિયો દ્વારા ઉત્પન્ન થાય છે. સસ્તન પ્રાણીસૃષ્ટિ અને પક્ષીઓમાં હાલમાં અંદાજે 1.7 મિલિયન અજાણ્યા વાયરસ છે. “

gujarat / પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું દુઃખદ નિધન…